ગુજરાત રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં આવેલ જળાશયોમાં નાહવા પડેલ વ્યક્તિઓના ડુબી જવાથી મૃત્યુ થવાની ઘટનાઓ ધ્યાને આવેલ છે. આવી દુર્ઘટનાઓથી જીવ ગુમાવ્યાના કિસ્સા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ બનવા ન પામે તે માટે તકેદારી રાખવા તેમજ આવા સ્થળોએ વિશાળ સંખ્યામાં લોકો હરવા ફરવા માટે આવતા હોય છે.
ડેમ/જળાશય/નદી કાંઠે નાહવા કે અન્ય કારણોસર જતા દુર્ઘટનાઓ થતી હોય છે. જેથી આવા સ્થળોએ લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગ રૂપે નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ તથા ચેકડેમ તેમજ એવા સ્થળો કે જ્યા વધુ પ્રમાણમાં જળ સંગ્રહ થયેલ હોય તેવા જળાશયોમાં નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, દેવભૂમિ દ્વારકાને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ મને મળેલ સત્તાની રૂએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળાશયો (નદી, તળાવ, નહેર, દરિયા, ડેમ, સિંચાઇ યોજનાઓ વગેરે) પર નાહવા કે અન્ય કારણોસર લોકોના પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામું તા.૦૮/૦૭/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech