BREAKING NEWS

ગીર સોમનાથ પોલીસ દ્રારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • June 29, 2026 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંતરરાષ્ટ્ર્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત ગીરસોમનાથ જિલ્લ ા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એસઓજી ઇન્ચાર્જ પીઆઇ ડી.એમ. કાગડા તથા પીએસઆઇ આર.એચ. સુવાએ જે.એન. ગઢવી પીઆઇ વેરાવળ સીટી પો.સ્ટે., વી.બી. પીઠીયા પીઆઇ પ્ર.પાટણ પો.સ્ટે., વી.એલ. ગાગીયા પીઆઇ તાલાળા પો.સ્ટે., એન.વી. હરીયાણી પીઆઇ કોડીનાર પો.સ્ટે., જે.કે. મોરી પીઆઇ ઉના પો.સ્ટે., જે.જે. પરમાર પીઆઇ નવાબંદર પો.સ્ટે. સાથે સંકલનમાં રહી પો.સ્ટાફ તથા પો.સ્ટે. વાઇઝ અલગ–અલગ ટીમો બનાવી ગીર સોમનાથ જિલ્લ ામા જુદાજુદા સ્થળો જેવા કે ભીડભાડવાળી જગ્યાઓએ, વિવિધ સરકારી કચેરીઓ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન જેવી જાહેર જગ્યાઓ ઉપર પોસ્ટરો, બેનરો લગાડી, રેલીઓ કાઢી લોકોને નાર્કેાટીકસની બદી બાબતે માહિતગાર કરી નાર્કેાટીકસ ડ્રગ્સના જંજાળમા ફસાઇ ગયેલાઓને તેમના રીહેબિલિટેશન માટે માહિતગાર કરી નાર્કેાટીકસ પદાર્થના હેલ્પલાઇન નંબર ૧૯૦૮ અંગેની સમજ કરી માદક પદાર્થેાનું સેવન કે વેચાણ ગંભીર ગુનો છે તે અંગે સમજણ તથા માર્ગદર્શન આપવામાં આવેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application