અહીં દૂધ દેવા આવવાનું નહીં, કહી પુશપાલક બંધુ પર છરીથી હુમલો

  • June 12, 2025 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



લક્ષ્મણ ટાઉનશીપમાં દૂધ દેવા આવવું નહીં કહીં નાચીન શખ્સે વાંકાનેરના વનેગઢ ગામના પશુપાલક બંધુ પર છરીથી વડે હુમલો કરી દીધો હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


બનાવ અંગે વાંકાનેરના વનેગઢ ગામે રહેતાં રવિભાઈ બીજલભાઈ ડોડા (ઉ.વ.૨૯) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિશાલ ઉર્ફે ટકો મરાઠી (રહે. લક્ષ્મણ ટાઉનશીપ) નું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પાસે માલ ઢોર હોય જેથી દૂધનો વેપાર કરે છે. તે અને તેનો નાનો ભાઈ વિજય અલગ અલગ વાહનમાં રાજકોટમાં દૂધની ડીલેવરી કરવા નીકળે છે.


ગઈ તા.૯ ના તેમના ભાઈ વિજયએ વાત કરેલ કે, લક્ષ્મણ ટાઉનશીપના ગ્રાહક લાલાભાઇ પાસેથી હિસાબના પૈસા માંગતા તેની સાથે ટાઉનશીપમાં રહેતો વિશાલ ઉર્ફે ટકાએ વાત કરેલ કે, તું લાલા પાસેથી પૈસા માંગતો નહીં, હુ ઈ વિંગમાં રહું છું અને ત્યાં આવીને પૈસા લઈ જજે આમ વાત કરી ધમકી આપતો હતો.


જેથી ફરિયાદીને ભય લાગતા ગઈકાલે સવારના સમયે તેઓ અને તેમનો ભાઈ વિજય બંને લક્ષ્મણ ટાઉનશીપના ઇ વિંગમાં જતા પગથીયા પાસે વિશાલ મળેલ અને કહેલ કે, તમે લાલા પાસે પૈસાની ઉઘરાણી કરો છો, તમારે હવે આ ટાઉનશિપમાં દૂધ દેવા આવવું નહીં તેમ કહી ગાળો દેતા તેઓને ગાળો દેવાની ના પાડતા વિશાલ ઉશ્કેરાય જઈ બંને ભાઈઓને ઢીકા-પાટા મારવા મારમાર્યો હતો બાદમાં વિશાલે નેફામાંથી છરી કાઢી વિજયને પડખામાં પાછળના ભાગે એક ઘા મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. હવે બંનેમાંથી એકેય અહીંયા દેખાતા નહીં નહિતર પાડી દઈશ ધમકી આપી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application