BREAKING NEWS

વડિયા ગ્રામપંચાયત પાછળનો આરસીસી રોડ બન્યો જોખમી

  • July 08, 2026 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોખંડના સળિયાઓ જોઈ રહ્યા છે નિર્દેાષનો ભોગ લેવાની


વડિયા ગ્રામ પંચાયત પાછળ સુરવો નદી કિનારે આવેલો ઢૂંઢિયાપીપળીયા તરફ જતો આરસીસી રોડ જેને ભ્રષ્ટ્રાચારનો બેનમૂન નમૂનો માનવામાં આવે છે. આ કામગીરી થોડા વર્ષ પેહલા કોઈ એજન્સી દ્રારા કરવામાં આવી હતી, જે તે સમયે આ રોડના નબળી ગુણવતાના કામ બાબતે સ્થાનિકો અને સરપચં દ્રારા ગંભીર આક્ષેપો સાથે સવાલો ઉઠાવવામાં આવ્યા હતાં તેના વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા ત્યાર બાદ નેતાઓ અને અધિકારીઓએ આ રોડની મુલાકાત લઇ તપાસની ખાત્રી પણ અપાઈ હોવાનુ જાણવા મળ્યું હતું પરંતુ વિરોધો અને તપાસ વચ્ચે ભ્રષ્ટ્રાચાર કોઈ અધિકારી કે નેતાઓને દેખાયો નહીંને પેમેન્ટ પણ જે તે એજન્સીને કરી દેવામાં આવ્યું. હાલ આ રોડ બન્યાના થોડા સમયમાં જ બિસ્માર હાલતમાં બન્યો છે. આ રોડ પરથી કૃષ્ણપરા, હનુમાન ખીજડીયા તારફ જવાના વણાંકમાં ગોઠણ સમા ખાડાઓ પડા છે અને આ ખાડાઓમાં લોખંડના સળિયાઓ જાણે કોઈ નિર્દેાષના ભોગની રાહ જોતા હોય તેમ કોબ્રા સાપની ફેણની જેમ ડખં મારી ટાયર કે પગમાં ઘુસવા તૈયાર બેઠા છે. ત્યારે આ ખાડાઓ અને સળિયાઓ બાબતે કુંભકર્ણ નિદ્રામાં સુતેલા તત્રં ને જાગીને હવે જો આ રસ્તો ગેરંટી પિરિયડમાં હોય તો તે કોન્ટ્રાકટર પર પગલા લઇ આ રસ્તાને ફરી બનાવવો જોઈએ અન્યથા આ રસ્તો રીપેરીંગ કરવો અત્યતં આવશ્યક છે. હાલ તો આ ભ્રષ્ટ્રાચાર પર થયેલા ઢાક પીછોડાના કારણે વડિયાવાસીઓ હાલાકી ભોગવવા સાથે જીવના જોખમે આ રસ્તા પરથી પસાર થઇ રહ્યા છે ત્યારે આ બાબતે તત્રં કયારે જાગશે તે તો આવનારો સમય જ બતાવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application