ગઇકાલે જોડીયા, મોટાવડાળા, મેઘપર, નિકાવા અને કાલાવડના ગ્રામ્ય વિસ્તાર તેમજ દ્વારકા, કલ્યાણપુર, ભાટીયા સહિતના વિસ્તારોમાં 47 ટીમોએ 45.25 લાખની વિજ ચોરી પકડી
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત વિજ લોસ આવતો હોય તેવા વિસ્તારોમાં વિજ ચેકીંગની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આજ સવારથી જામનગર શહેરના દરબારગઢ, પાંચહાટડી, આશાપુરા મંદિર વિસ્તાર તેમજ અન્ય વિસ્તારોમાં પીજીવીસીએલની ટુકડી આજ સવારના 7 વાગ્યાથી ચેકીંગ કરી રહી છે, ગઇકાલે જોડીયા, મોટાવડાળા, મેઘપર, નિકાવા અને કાલાવડના ગ્રામ્ય વિસ્તાર તેમજ દ્વારકા, કલ્યાણપુર, ભાટીયા સહિતના વિસ્તારોમાં 47 ટીમોએ 45.25 લાખની વિજ ચોરી પકડી પાડી હતી.
આજ સવારથી તારમામદ સોસાયટી, કાલાવડ નાકા બહાર વિસ્તાર સહિતના કેટલાક ભાગોમાં પીજીવીસીએલની ટીમ ચેકીંગ કરી રહી છે અને સાંજ સુધીમાં લાખો પિયાની વિજ ચોરી પકડાય તેવી શકયતા છે, ગઇકાલે પણ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલની ટીમે સતત ચેકીંગ કર્યુ હતું.
પીજીવીસીએલના અધિકારીના જણાવ્યા મુજબ ગઇકાલે 47 ટીમોએ 467 કનેકશનો ચેક કયર્િ હતાં જેમાં 83 કનેકશનોમાં વિજ ચોરી પકડાઇ હતી, દિવસ દરમ્યાન કુલ 45.25 લાખની વિજ ચોરી પકડી પાડવામાં આવી છે, ગઇકાલે 18 એકસ આર્મીમેન, 13 એસઆરપી, 4 પોલીસ સહિતનો કાફલો પણ સાથે રહ્યો હતો, જોડીયા શહેર, મોટા વડાળા, મેઘપર, નિકાવા, કાલાવડ ગ્રામ્ય વિસ્તાર, કાલાવડ તાલુકા વિસ્તાર, દ્વારકા શહેર, ઓખા શહેર, ઓખામંડળ તાલુકા વિસ્તાર તેમજ કલ્યાણપુર, ભાટીયા, રાવલ, કલ્યાણપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં વિજ ચેકીંગની કાર્યવાહી કરી હતી, આમ પીજીવીસીએલ દ્વારા ગઇકાલે અને આજે ચેકીંગની કાર્યવાહી કરી હતી.
પીજીવીસીએલ દ્વારા જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં કાયમી વિજ લોસ આવે છે, તાજેતરમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નામ વિજ ચોરીમાં મોખરે રહ્યું હતું ત્યારે આગામી દિવસોમાં હજુ વધુ ચેકીંગની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાય છે, શહેરમાં નવાગામ, ગુલાબનગર, જોડીયા, બેડી, માધાપર ભુંગા, પાણાખાણ, પટણીવાડ, કાલાવડ નાકા વિસ્તાર, તારમામદ સોસાયટી, મહાપ્રભુજીની બેઠક વિસ્તાર સહિતના અનેક વિસ્તારોમાં કાયમી વિજ લોસ આવે છે જેને કારણે પીજીવીસીએલને ભારે નુકશાન પણ થાય છે. કેટલાક વિસ્તારોમાં નવા મીટરો નાખવામાં આવ્યા નથી, હજુ પણ લંગરીયા, ડાયરેકટ છેડા અને મીટરમાં ચેડચાડ પણ કરવામાં આવે છે.
આ ચોરીને ડામવા માટે પીજીવીસીએલનું તંત્ર મકકમ બન્યું છે, દ્વારકા પંથકમાં સલાયા, ખંભાળીયા, કલ્યાણપુર અને ભાટીયા વિસ્તારમાં પણ અવારનવાર વિજ લોસ આવતો હોય બંને જિલ્લાનું વહિવટી મથક જામનગર આવેલ હોય ગઇકાલે પણ બંને જિલ્લામાં વિજ ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી અને આજ સવારે જામનગર શહેરમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech