બુટલેગરો ફરાર
મીઠાપુર નજીક આવેલા સુરજકરાડી ગામે રહેતા ધવલ અશોકભાઈ અરીલા નામના શખ્સ દ્વારા ગાંધી નિવાસની પાછળ આવેલા એક ખંઢેર જેવા બંધ મકાનમાં ગેરકાયદેસર રીતે છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા 56,950 ની કિંમતની 82 બોટલ પરપ્રાંતિય શરાબ તેમજ રૂપિયા 33,265 ની કિંમતમાં 291 નંગ દારૂના ચપલા પોલીસને મળી આવ્યા હતા.
આ પ્રકરણમાં આરોપી પોલીસને હાથ ન લાગતાં પોલીસે કુલ રૂપિયા 90,215 ની કિંમતનો દારૂ કબજે કરી, આરોપીની શોધખોળ હાથ ધરી છે.
અન્ય એક કાર્યવાહીમાં કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચનાથી પી.એસ.આઈ. કે.પી. ઝાલા તેમજ સ્ટાફ દ્વારા શનિવારે રાત્રિના સમયે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુરથી આશરે 34 કિલોમીટર દૂર ભાટવડીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા દિલીપ શામજી રાઠોડ દ્વારા પોતાના કબજા ભોગવટાની વાડીમાં છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની 107 બોટલ પોલીસે કબજે કરી હતી.
આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 75,676 ની કિંમતનો પરપ્રાંતીય શરાબનો જથ્થો કબજે લઈ, હાલ ફરાર થઈ ગયેલા આરોપી દિલીપ રાઠોડને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech