BREAKING NEWS

એકતાનગરમાં ₹9.49 કરોડના ખર્ચે તૈયાર થયેલો 'રેન ફોરેસ્ટ' અને 220 મીટર લાંબો ગ્લાસ સ્કાયવોક પ્રવાસીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર

  • November 28, 2026 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પગ નીચે પથરાયેલું લીલુંછમ જંગલ અને હવામાં ચાલવાનો અનોખો રોમાંચ — ગુજરાતના એકતાનગરમાં ₹9.49 કરોડના ખર્ચે તૈયાર થયેલો 'રેન ફોરેસ્ટ' પ્રોજેક્ટ અને 220 મીટર લાંબો ગ્લાસ સ્કાયવોક પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 47 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલા આ પરિસરમાં હિમાલય, પશ્ચિમ ઘાટ અને આંદામાન-નિકોબારની દુર્લભ વનસ્પતિઓ એક જ સ્થળે ઉછેરવામાં આવી છે.

એકતાનગર સ્થિત રેન ફોરેસ્ટમાં કુદરતી પથ્થરોનું પ્રવેશદ્વાર, 5 થી 8 મીટર ઊંચો ધોધ, ગોળાકાર તળાવ અને નર્મદાના પથ્થરોથી બનેલા વોકિંગ ટ્રેલ્સ આબેહૂબ વન-વાતાવરણ ઊભું કરે છે. અહીં 220 મીટર લાંબા કાચના સ્કાયવોક પરથી દેખાતો જંગલનો નજારો પ્રવાસીઓને રોમાંચિત કરી દે છે.


પરિસરમાં લગાવેલા 20 'રેનગન' ચેમ્બરમાંથી નીકળતી ધુમ્મસ જેવી વરાળ વાદળો વચ્ચે ચાલવાનો અહેસાસ કરાવે છે. ઊંચાઈ પરથી કુદરતી સૌંદર્ય માણવા પ્રવાસીઓની ભારે ભીડ ઊમટી રહી હોવાથી તંત્રએ અવરજવર નિયંત્રિત કરવી પડે છે. આ ઉપરાંત, મુલાકાતીઓ ઇન્ફોર્મેશન સેન્ટર અને QR કોડ સિસ્ટમ દ્વારા અહીંની જૈવવિવિધતાની સચોટ માહિતી મેળવે છે. બાળકો માટેના પ્લે એરિયાથી સજ્જ આ સ્થળ પરિવાર સાથે સમય વિતાવવા અને પર્યાવરણ સંરક્ષણનું મહત્ત્વ સમજવા માટેનું ઉત્તમ માધ્યમ બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application