BREAKING NEWS

સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ક્યાં જિલ્લામાં મેઘરાજાની મહેર થશે

  • June 21, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ચોમાસાના આગમન પૂર્વે વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગાહી મુજબ, આજે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓમાં મેઘરાજા ગાજવીજ સાથે ધબધબાટી બોલાવી શકે છે. રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી સતત પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.


આજે ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દીવ

રાજકોટ

અમરેલી

ભાવનગર

બોટાદ

ગીર સોમનાથ

દીવ


મધ્ય અને ઉત્તર-પૂર્વ ગુજરાત

અમદાવાદ

ખેડા

આણંદ

પંચમહાલ

દાહોદ

વડોદરા


દક્ષિણ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશો


છોટા ઉદેપુર

નર્મદા

ભરૂચ

સુરત

તાપી

ડાંગ

નવસારી

વલસાડ

દમણ

દાદરા અને નગર હવેલી


છેલ્લા ૨૪ કલાકમાં ૯ તાલુકામાં વરસાદ, અમરેલીમાં સૌથી વધુ પોણા બે ઇંચ

રાજ્યમાં વિતેલા ૨૪ કલાક દરમિયાન કુલ ૯ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી હતી. જેમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના અમરેલીમાં ૧.૬૧ ઇંચ (પોણા બે ઇંચ જેટલો) નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતના થરાદમાં માત્ર ૧ મિમી નોંધાયો હતો. બીજી તરફ આજે સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં પણ દક્ષિણ ગુજરાતના ૩ તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા, જેમાં નવસારીના ચિખલીમાં ૫ મિમી, સુરતના અંબિકામાં ૩ મિમી અને નવસારી શહેરમાં ૧ મિમી વરસાદ નોંધાયો છે. નવસારીના ઇટાળવા અને જમાલપોર વિસ્તારમાં વરસાદ પડતા સ્થાનિક લોકોને અસહ્ય બફારામાંથી મુક્તિ મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અમદાવાદ અને રાજકોટ ૪૦ ડિગ્રી સાથે સૌથી ગરમ

રાજ્યમાં એક તરફ પ્રી-મોન્સૂન વરસાદી માહોલ છે, તો બીજી તરફ મહત્તમ તાપમાનમાં પણ સામાન્ય વધારો નોંધાયો છે. હાલમાં જનતા બેવડી ઋતુનો અનુભવ કરી રહી છે. ગઈકાલે રાજ્યમાં ૪૦°C તાપમાન સાથે અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યા હતા, જેને કારણે બપોરના સમયે કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાનો સામનો કરવો પડ્યો હતો.


આગામી ૭ દિવસ કેવું રહેશે હવામાન?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૭ દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, એટલે કે ગરમીનો પારો આ જ સ્તરે જળવાઈ રહેશે. જો કે, આવતીકાલથી વરસાદનું જોર ઘટશે અને તે માત્ર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પૂરતું જ સીમિત રહેશે. અન્ય ભાગોમાં મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application