BREAKING NEWS

રાજકોટ એરપોર્ટ ઇમરજન્સી લેન્ડિંગ માટે 24 કલાક કાર્યરત રાખવા 30જૂન સુધી છૂટ

  • February 17, 2026 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ એરપોર્ટને ઈમરજન્સી લેન્ડિંગ માટે 24 કલાક માટે કાર્યરત રાખવા માટેની મુદતમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વધુ એક વખત વધારો કરવામાં આવ્યો છે. પાકિસ્તાન સામે ભારતના ઓપરેશન સિંદૂરના કારણે મે 2024થી 24 કલાક ધમધમતા રહેતા એરપોર્ટને વધુ ચાર મહિનાની મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી મળતા આગામી 30 જૂન સુધી રાજકોટ એરપોર્ટ 24 કલાક સુધી ધમધમતું જોવા મળશે.


ઓપરેશન સિંદૂર પહેલા રાજકોટ એરપોર્ટ પર સવારે 6:00થી સાંજે 8:30 સુધી ફ્લાઈટનું લેન્ડિંગ શક્ય થઈ શકતું હતું. પરંતુ ઇમર્જન્સી લેન્ડિંગ માટે વૈકલ્પિક વ્યવસ્થાની છૂટ મળી હોવાના કારણે 24 કલાક માટે રાજકોટ એરપોર્ટ પર ફ્લાઈટનું ઓપરેશન શક્ય બન્યું હતું. જોકે ઓપરેશન સિંદૂરના કારણે રાજકોટ એરપોર્ટને ઈમરજન્સી લેન્ડિંગની છૂટ આપ્યા બાદ છેલ્લા દસ મહિનામાં રાજકોટ એરપોર્ટ પરથી ત્રણ થી ચાર વખત જ ફ્લાઇટસનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જોકે સાંજે ફ્લાઈટ મોડી હોય ત્યારે મુસાફરોને 24 કલાક ઓપરેશનના સમયનો લાભ મળ્યો હતો.


ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન દ્વારા એરોસ્પેસ બંધ કરવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ માટે રાજકોટ એરપોર્ટ પર વૈકલ્પિક વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મે 2025 પછી થી રાજકોટ એરપોર્ટ 24 કલાક માટે ધમધમતું રહે છે. અમદાવાદ એરપોર્ટ વધારે વ્યસ્ત હોવાથી રાજકોટ એરપોર્ટની વૈકલ્પિક વ્યવસ્થા માટે પસંદગી કરવામાં આવી હતી. પાકિસ્તાને એરોસ્પેસ બંધ કરવાના કારણે મિડલ ઇસ્ટના દેશોની દિલ્હીથી દુબઈ સહિતની ફ્લાઈટ માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ ફ્લાઇટ ઇમરજન્સી માટે ડાયવર્ટ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application