પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રાજકોટ ડિવિઝન સંબંધિત વિવિધ રૂટો પર 4 જોડી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનો વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
1) ટ્રેન નંબર 09527/09528 રાજકોટ–દ્વારકા–રાજકોટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન (1-1 ફેરો)
ટ્રેન નંબર 09527 રાજકોટ-દ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ 3 સપ્ટેમ્બર, 2026 ના રોજ રાજકોટથી 00:30 વાગ્યે ઊપડીને તે જ દિવસે 05:50 વાગ્યે દ્વારકા પહોંચશે. પરત દિશામાં ટ્રેન નંબર 09528 દ્વારકા-રાજકોટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 3 સપ્ટેમ્બર, 2026 ના રોજ દ્વારકાથી 06:50 વાગ્યે ઊપડીને 12:00 વાગ્યે રાજકોટ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન હાપા, જામનગર,કનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં તમામ કોચ જનરલ કેટેગરીના અનરિઝર્વ્ડ હશે.
2) ટ્રેન નંબર 09522/09521 દ્વારકા–ગાંધીનગર કેપિટલ–દ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન (3-3 ફેરા)
ટ્રેન નંબર 09522 દ્વારકા-ગાંધીનગર કેપિટલ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 3, 4 અને 5 સપ્ટેમ્બર, 2026 ના રોજ દ્વારકાથી 06:50 વાગ્યે ઊપડીને તે જ દિવસે 17:00 વાગ્યે ગાંધીનગર કેપિટલ પહોંચશે. પરત દિશામાં ટ્રેન નંબર 09521 ગાંધીનગર કેપિટલ-દ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ 3, 4 અને 5 સપ્ટેમ્બર, 2026 ના રોજ ગાંધીનગર કેપિટલથી 20:00 વાગ્યે ઊપડીને બીજા દિવસે 05:50 વાગ્યે દ્વારકા પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન ભાટિયા, ખંભાળિયા,કનાલુસ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, લખતર, વિરમગામ, આંબલી રોડ અને ચાંદલોડિયા બી કેબિન સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં તમામ કોચ જનરલ કેટેગરીના અનરિઝર્વ્ડ હશે.
3) ટ્રેન નંબર 09533/09534 રાજકોટ–દ્વારકા–રાજકોટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન (4-4 ફેરા)
ટ્રેન નંબર 09533 રાજકોટ-દ્વારકા અનરિઝર્વ્ડ સ્પેશિયલ 3, 4, 5 અને 6 સપ્ટેમ્બર, 2026 ના રોજ રાજકોટથી 20:00 વાગ્યે ઊપડીને બીજા દિવસે 01:20 વાગ્યે દ્વારકા પહોંચશે. પરત દિશામાં ટ્રેન નંબર 09534 દ્વારકા-રાજકોટ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 4, 5, 6 અને 7 સપ્ટેમ્બર, 2026 ના રોજ દ્વારકાથી 01:50 વાગ્યે ઊપડીને તે જ દિવસે 06:25 વાગ્યે રાજકોટ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન હાપા, જામનગર, કનાલુસ, ખંભાળિયા અને ભાટિયા સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં તમામ કોચ જનરલ કેટેગરીના અનરિઝર્વ્ડ હશે.
4) ટ્રેન નંબર 09228/09227 બોટાદ–સુરેન્દ્રનગર–બોટાદ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન (5-5 ફેરા)
ટ્રેન નંબર 09228 બોટાદ-સુરેન્દ્રનગર અનરિઝર્વ્ડ સ્પેશિયલ 2, 3, 4, 5 અને 6 સપ્ટેમ્બર, 2026 ના રોજ બોટાદથી 12:10 વાગ્યે ઊપડીને તે જ દિવસે 13:40 વાગ્યે સુરેન્દ્રનગર પહોંચશે. પરત દિશામાં ટ્રેન નંબર 09227 સુરેન્દ્રનગર-બોટાદ અનરિઝર્વ્ડ સ્પેશિયલ 2, 3, 4, 5 અને 6 સપ્ટેમ્બર, 2026 ના રોજ સુરેન્દ્રનગરથી 14:05 વાગ્યે ઊપડીને તે જ દિવસે 15:45 વાગ્યે બોટાદ પહોંચશે. માર્ગમાં બંને દિશાઓમાં આ ટ્રેન કુંડલી, રાણપુર, ચુડા, લીંબડી, વઢવાણ સિટી, જોરાવરનગર અને સુરેન્દ્રનગર ગેટ સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં તમામ કોચ જનરલ કેટેગરીના અનરિઝર્વ્ડ હશે.
ટ્રેનોના રૂટ, સમય, સ્ટોપેજ અને કોચ સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈને ચકાસણી કરી શકે છે.