રાજકોટ ડિવિઝન ફરી એકવાર તેના માનનીય ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવામાં તેની ક્ષમતા સાબિત કરી છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારના નેતૃત્વમાં રાજકોટ ડિવિઝન એ વર્ષ 2024-25 દરમિયાન જાહેર ફરિયાદો (Public Complaints) ના નિવારણ માં પશ્ચિમ રેલ્વેમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
તાજેતરમાં મુંબઈમાં આયોજિત પશ્ચિમ રેલવે ના 70મા રેલ સપ્તાહ એવોર્ડ સમારોહ દરમિયાન પશ્ચિમ રેલવે ના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર દ્વારા રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વિની કુમારને આ રેલ મદદ શિલ્ડ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ ડિવિઝન ના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના પણ હાજર રહ્યા હતા.
રાજકોટ ડિવિઝન દ્વારા ફરિયાદો ના નિવારણ ને હંમેશા ટોચ ની પ્રાથમિકતા આપવામાં આવે છે. આ ફરિયાદો રેલ મદદ એપ ના વિવિધ જાહેર ફરિયાદ પ્લેટફોર્મ પર દૈનિક ધોરણે પ્રાપ્ત થાય છે અને વિવિધ સ્તરે વરિષ્ઠ રેલવે અધિકારીઓ દ્વારા તેનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવે છે. આ સતત પ્રયાસો ના પરિણામે, રાજકોટ ડિવિઝન ફરિયાદો નું ઝડપી નિવારણ કરવામાં સક્ષમ બન્યું છે અને તેના દ્વારા વર્ષ 2024-25 માટે જાહેર ફરિયાદો ના નિવારણ માં પશ્ચિમ રેલવે ના તમામ ડિવિઝનો માં ટોચનું સ્થાન મેળવ્યું છે.
મુસાફરો રેલ મદદ એપ હેઠળ ઉપલબ્ધ વિવિધ માધ્યમો દ્વારા તેમની ફરિયાદો નોંધાવી/નોંધણી કરાવી શકે છે, જેમ કે સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ, હેલ્પલાઇન નંબર ૧૩૯, સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (CPGRAMS), મોબાઇલ એપ, વેબ, SMS, ઈ-મેલ વગેરે.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રેલ મદદ દ્વારા પશ્ચિમ રેલવે માં કુલ ૨.૩૭ લાખ ફરિયાદો મળી હતી, જેમાંથી રાજકોટ ડિવિઝનમાં માત્ર ૫.૭% એટલે કે લગભગ ૧૨ હજાર ફરિયાદો મળી હતી. આ ફરિયાદો ના નિરાકરણ માં રાજકોટ ડિવિઝનનો સરેરાશ નિરાકરણ સમય 22 મિનિટ હતો જે પશ્ચિમ રેલવે ના અન્ય કોઈપણ ડિવિઝનની તુલનામાં સૌથી ઓછો છે. ઉપરાંત, ઉત્તમ પ્રતિસાદ મેળવવામાં રાજકોટ ડિવિઝન પશ્ચિમ રેલવે માં ટોચ પર રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech