પશ્ચિમ રાજકોટ વિધાનસભા ક્ષેત્ર હેઠળ વોર્ડ નં.૧, વોર્ડ નં.૨, વોર્ડ નં.૩, વોર્ડ નં.૭ (પાર્ટ), વોર્ડ નં.૮, વોર્ડ નં.૯ અને વોર્ડ નં.૧૦, વોર્ડ નં.૧૧ (પાર્ટ) સહિત કુલ આઠ વોર્ડ સમાવિષ્ટ છે પરંતુ પશ્ચિમ રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહને ફ્ક્ત વોર્ડ નં.૨માં જ રસ હોય તેમ ત્યાંના ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોને કામ કરજો હો..નહીં તો તમારું રાજકારણ પૂરું કરી નાખીશ તેવી ધમકી મારતા હોય કાર્યકરોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, શાંત અને સરળ સ્વભાવના હોવાનો દેખાવ કરતા ડો.દર્શિતાબેન શાહએ વોર્ડ નં.૨માં ભાજપના જ કાર્યકર્તાઓને બેફામ દબડાવવાનું શરૂ કરતા અનેક કાર્યકર્તાઓ નારાજ થઈ ગયા છે. જો કે વોર્ડના આગેવાનો પણ ધારાસભ્ય સામે બોલી શકતા ન હોય પક્ષમાં ફરિયાદ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. મારા વોર્ડમાં બધું જ મને પૂછીને કરવાનું તેવી ટકોર પણ વારંવાર કરી રહ્યા હોય આગેવાનો અને કાર્યકરોમાં નારાજગી પ્રસરી છે. નાની બાબતોમાં રોકટોક કરી રહ્યા છે. દરેક બાબતે તેમની સાથે પરામર્શ થાય તેવી ઈચ્છા રાખી રહ્યા છે. હોર્ડિંગમાં તેમના ફોટો મૂકવાના હોય ત્યારે ગમે તે ફોટો મુકવાને બદલે ધારાસભ્ય પાસે સિલેક્ટ કરાવ્યા બાદ તેઓ કહે તે જ ફોટો મુકવાનો જેવી અનેક જીદ કરી રહ્યા હોય સૌ કોઈ અવાચક બની ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application