BREAKING NEWS

રાજકોટ મેડિકિલ વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું, બિભત્સ વીડિયો ઉતારી નરાધમ મિત્રોને બતાવતો, યુવતીએ ડિલિટ કરવાનું કહેતા માર મારી તરછોડી દીધી

  • December 06, 2025 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોશિયલ મીડિયા મારફત થયેલી મિત્રતા યુવતીઓ માટે આફત સમાન સાબિત થઇ રહી છે. સોશિયલ મીડિયામાં થકી પરીચયમાં આવેલા શખસો દ્વારા જીવન ઝેર કરી દીધાના અગાઉ અનેક બનાવ બની ચૂકયા છે. ત્યારે વધુ એક આવો બનાવ સામે આવ્યો છે. રાજકોટમાં રહેતી અને મેડિકલનો અભ્યાસ કરતી 27 વર્ષીય યુવતી સાથે સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી ગીર સોમનાથના તાલાલાના શૈલેષ ઉર્ફે રિષી નામના શખસે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી ન અટકતા આ શખસે ગુપ્ત રીતે બંનેનો વીડિયો બનાવી પોતાના મિત્રોને બતાવતો હતો .જે વાતની યુવતીને જાણ થતા તેણીને વીડિયો ડિલિટ કરવાનું કહેતા માર મારી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તરછોડી દીધી હતી. બનાવ અંગે યુવતીની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.


દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો વિગતો મુજબ, શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી અને મેડીકલનો અભ્યાસ કરતી 27 વર્ષીય યુવતીએ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગીર સોમનાથના તાલાલાનાં વતની શૈલેષ ઉર્ફે રિષી સોંદરવા ( ઉં.વ. 26) નું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, શૈલેષ ઉર્ફે રિશી સાથે તેણીની સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચય થયો હતો. બાદ બંને વચ્ચે મિત્રતા થતા નંબરની આપ લે થઈ હતી. વાતચીત બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આરોપીએ ભોગ બનનારને “હું તારી સાથે લગ્ન કરીશ” તેવી લાલચ આપી હતી.


દરમિયાન આરોપી ભોગ બનનારને શહેરની જુદી જુદી હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને ગુપ્ત રીતે તેનો વિડીયો બનાવી લીધો હતો.જે બાદ યુવક પોતાના મિત્રોને આ વીડિયો બતાવતો હોય આ વાતની જાણ યુવતીને થતાં તેણે આવું ન કરવા સમજાવ્યું હતું. જે વાતમાં ગુસ્સે થઈને યુવકે યુવતીને બેફામ માર માર્યો અને આ વીડિયો વાઇરલ કરી દઈશ તેવી ધમકી આપી તરછોડી દીધી હતી.


ભોગ બનનારે આ સમગ્ર હકીકત વિશે પરિવારને જાણ કરતા પરિવારે હિંમત આપતા અંતે યુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે આરોપી શૈલેષ ઉર્ફે રિષી સોંદરવા સામે બીએનએસ કલમ ૬૯, ૧૧૫(૨),૩૫૧(૨) તથા આઇટી એકટ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. જે અંગે પીઆઇ એસ.એસ. રાણની રાહબરીમાં ટીમે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application