રાજકોટ મહાપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂકયા છે અને આજે તા.૨૩ માર્ચને સોમવારે સવારે ખુલતી કચેરીએ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ થઈ ચુકી છે તે મુજબ રાજકોટ શહેરના ૧૮ વોર્ડમાં કુલ ૯,૮૫,૯૫૨ મતદારો છે. જેમાં ૫,૧૦,૦૮૬ પુરુષ મતદારો અને ૪,૭૫,૮૪૮ મહિલા મતદારો તેમજ ૧૮ ત્રીજી જાતિના મતદારો છે. સમગ્ર શહેરના કુલ ૧૮ વોર્ડમાં ૧૦૧૬ બુથ છે. વોર્ડ નં. ૧૧માં સૌથી વધુ ૯૦,૧૪૮ મતદારો છે અને વોર્ડ નં.૧૫માં સૌથી ઓછા ૪૦,૭૮૯ મતદારો છે. ચાલુ વર્ષે કરાયેલા મતદાર યાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવિઝન (એસ.આઈ.આર.) ને કારણે તમામ વોર્ડમાં ગત ચૂંટણીની તુલનાએ મતદારોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે.
રાજકોટ મહાપાલિકાનાં વોર્ડ નં.૧ થી ૧૮ની વોર્ડ વાઈઝ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ આજે ચૂંટણી શાખા, રૂમ નંબર-૧૧, ત્રીજો માળ, ડો.આંબેડકર ભવન, ઢેબર રોડ, રાજકોટ તેમજ રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧ થી ૧૮ની વોર્ડ ઓફીસ ખાતે કરવામાં આવી હતી.મતદાર યાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ થયા બાદ તેને લગતી કોઈ પણ માહિતી માટે રાજકોટ મહાનગર સેવા સદન, રૂમ નં.૧૧, ત્રીજો માળ, ડો.આંબેડકર ભવન, ઢેબરભાઇ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧ ખાતે રૂબરૂ અથવા
ચૂંટણી શાખાના ટેલિફોન નંબર ૦૨૮૧- ૨૨૨૧૬૪૦, ફેક્સ નંબર ૦૨૮૧-૨૨૨૧૫૩૨ તેમજ ઇ-મેઇલ election@rmc.gov.in ઉપર સંપર્ક કરી શકાશે.
રાજકોટ મહાપાલિકાના વોર્ડ વાઈઝ મતદારો
