BREAKING NEWS

છેલ્લો દિવસ: આવતીકાલે રાજકોટ મ્યુનિ. મિલકતવેરા વળતર યોજના પૂર્ણ

  • June 29, 2026 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની મિલકતવેરા વળતર યોજના આવતીકાલે પૂર્ણ થઈ રહી છે, રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં ઓનલાઈન વેરો ભરનારને ડિસ્કાઉન્ટનો લાભ અપાશે.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકા દ્રારા વર્ષ ૨૦૨૬-૨૭ મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તા.૭.૪.૨૦૨૬થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. તા.૨૫.૬.૨૦૨૬ સુધીમાં કુલ૩,૪૧,૬૩૯ કરદાતા દ્રારા રૂ.૨૪૧.૭૩ કરોડની વસુલાત થવા પામેલ છે. જેમાં કુલ ૨,૬૭,૫૫૨ કરદાતા દ્રારા ઓનલાઇન રૂ.૧૭૫.૭૭ કરોડ તથા ૭૪,૦૮૭ કરદાતા દ્રારા ચેક તથા રોકડાથી રૂ.૬૫.૯૬ કરોડ આવક થયેલ છે. કુલ વેરામાં ૨૬.૯૯ કરોડ જેટલી માતબર રકમનું ડિસ્કાઉન્ટ એડવાન્સ વેરો ભરપાઇ કરનારને આપવામાં આવેલ છે.આ ડિસ્કાઉન્ટ યોજના હેઠળ તા.૩૦.૬.૨૦૨૬ સુધી સામાન્ય કરદાતાઓને પાંચ ટકા ડિસ્કાઉન્ટ અને મહિલાઓ માટે ૧૦ ટકા ડિસ્કાઉન્ નું પ્રદાન કરવામાં આવે છે. જેથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ મિલકતધારકોને આ યોજનાઓનો લાભ અનુરોધ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News