BREAKING NEWS

ગુજરાતમાં રાજકોટ પોલીસ નંબર વનઃ 112 પર કોલ કર્યાના 5.30 મિનિટમાં બનાવસ્થળે પહોંચી ફાસ્ટેટ રેકોર્ડ નોંધાવ્યો

  • September 18, 2026 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગૃહ વિભાગના તાજેતરની આંકડાકીય વિગત મુજબ, ઈમરજન્સી પ્રતિસાદ આપવામાં રાજકોટ શહેર પોલીસ સમગ્ર ગુજરાતમાં અગ્રેસર છે. ૧૧૨ નંબર ઉપર કોલ આવતાની સાથે જ રાજકોટ પોલીસની ટીમ માત્ર ૫:૩૦ મિનિટના રેકોર્ડ સમયમાં ઘટનાસ્થળે પહોંચી જાય છે. જે મામલે અમદાવાદ સિટી ૭:૨૧ મિનિટ, સુરત સિટી ૭:૪૩ મિનિટ અને વડોદરા સિટી ૬:૪૦ મિનિટના સરેરાશ સમય સાથે બીજા ક્રમો પર છે.


ઈમરજન્સી રિસ્પોન્સ ટાઈમમાં રાજકોટ શહેર પોલીસ રાજયમાં અગ્રેસર છે. રાજ્યના અન્ય મોટા શહેરો રાજકોટની પાછળ જોવા મળ્યા છે. ગૃહ વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ, વડોદરા સિટી બીજા ક્રમે છે જેનો સરેરાશ સમય ૬:૪૦ મિનિટનો છે. આ યાદીમાં અમદાવાદ સિટી ૭:૨૧ મિનિટ સાથે ત્રીજા સ્થાને અને સુરત સિટી ૭:૪૩ મિનિટ સાથે ચોથા ક્રમે આવે છે. રાજ્યનું પાટનગર ગાંધીનગર પણ આ રેસમાં રાજકોટની ઝડપ બરાબરી કરી શક્યું નથી.


રાજકોટ પોલીસની આ અસાધારણ ઝડપ પાછળ સુઆયોજિત નેટવર્ક અને આધુનિક ટેકનોલોજી કામ કરી રહી છે. શહેરમાં ૧૧૨ ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ હેઠળ કાર્યરત વાહનો અને પીસીઆર વાનનું લોકેશન સતત મોનિટર કરવામાં આવે છે. જેમ જ કંટ્રોલ રૂમમાં કોઈ કોલ આવે છે, તરત જ ઘટનાસ્થળની સૌથી નજીક રહેલા વાહનને જીપીએસ સિસ્ટમ દ્વારા એલર્ટ મોકલી રવાના કરી દેવામાં આવે છે. આ ઉપરાંત, રાઉન્ડ ધ ક્લોક એલર્ટ રહેતા પોલીસ જવાનો અને અધિકારીઓની સજ્જતાને કારણે આ રેકોર્ડ સમય મેળવવો શક્ય બન્યો છે.


શહેરની આસપાસના વિસ્તારમાં પણ બનાવસ્થળે પહોંચવામાં ભારે ઝડપ

રાજકોટ શહેર પોલીસની ઈમરજન્સી સેવા '૧૧૨' હવે માત્ર શહેર પૂરતી સીમિત નથી. આસપાસના વિસ્તારો જેવા કે લોધિકા, પડધરી, શાપર અને મેટોડામાં પણ કાર્યરત હોય છે. આ વિસ્તારોમાં બનતા ગુનાઓ અટકાવવા અને નાગરિકોને ત્વરિત મદદ પહોંચાડવા માટે શહેર પોલીસની '૧૧૨' નંબરની ગાડીઓ સતત દોડતી રહેશે.

આ અંગે વિગતો આપતા અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીકે જણાવ્યું હતું કે, શાપર અને મેટોડા જેવા મોટા ઔદ્યોગિક હબ તેમજ લોધિકા અને પડધરી જેવા વિસ્તારોમાં વસ્તી અને ઉદ્યોગોની સંખ્યા સતત વધી રહી છે. આ પરિસ્થિતિમાં ત્યાં બનતાં ગુનાઓના ૧૧૨ ના કોલ રાજકોટ શહેર પોલીસની ટીમને પણ મળતા રહે છે અને તે કોલના આધારે ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News