BREAKING NEWS

વડોદરમાં જૂનાગઢનો શખ્સ 10 વર્ષથી ક્લિનિક ચલાવતો, ભરૂડીમાં ધો.૧૧ પાસ ડોકટર બની દવા આપતો

  • October 31, 2025 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગરના ડોકટર બની કલિનિક ખોલી જનઆરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવતું રહે છે. જન આરોગ્યને લઇ આ ગંભીર બાબતને લઇ આરોગ્ય વિભાગ ભાગ્યે જ ગંભીર જોવા મળે છે. ત્યારે પોલીસે સમયાંતરે ડ્રાઇવ યોજી બોગસ ડોકટરને પડકડી હોય છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે વડોદરા અને ભરૂડી ગામમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં બે બોગસ ડોક્ટરને પકડી પાડી કાર્યવાહી કરી હતી.આરોપીઓ પૈકી એક ૧૧ પાસ છે જયારે અન્ય શખસ બીસીએ પાસ હોવાનું માલુમ પડયું છે.


રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મેડિકલને લગતી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં બોગસ ડોક્ટરો પર કાર્યવાહી કરવાની અપાયેલી સૂચનાના પગલે રૂરલ એસઓજી પીઆઈ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી. બી.મિશ્રા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઈ પરબતભાઇ શામળા, વિરરાજભાઈ ધાધલ અને કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કોઠીવારને ધોરાજીના વાડોદર ગામમાં મેઈનબજારમા ઘંટી પાસે એક દુકાનમાં ધવલ વીનોદ બગથરીયા નામનો શખ્સ કોઈપણ મેડિકલ ડિગ્રી વગર કલીનીક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની મળેલ બાતમીના આધારે સ્ટાફે મેડીકલ ઓફિસરને સાથે રાખી દરોડો પાડતાં શ્રીજી ક્લિનિક નામના દવાખાનામા દર્દીઓને તપાસતાં શખ્સને અટકમાં લઈ તેનું નામ પૂછતા પોતાનુ નામ ધવલ વીનોદ બગથરીયા (ઉ.વ.૪૪, રહે.ઝાંઝરડા રોડ જીઓ માર્ટની સામે જુનાગઢ) હોવાનુ જણાવેલ હતું.


તે શખ્સ પાસે રહેલ સી.એમ.એસ. કોર્ષના સર્ટીના આધારે ક્લિનિક ચલાવતો હતો. તેમજ દર્દીઓને આપાતી ટેબ્લેટસ, ઇન્જેકશનો, બોટલો, સીરપ તથા આઈ.વી.સેટ મેડીકલ પ્રેકટીશને લગત મેડીકલ પ્રેકટીશ કરવા બાબતનું કોઇ આધાર પુરાવો ન હોવાથી તેની ધરપકડ કરી જુદી જુદી એલોપેથિક દવાઓ મળી રૂ.૫૨૫૦૯ નો મુદામલ કબ્જે કર્યો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, પકડાયેલ બોગસ તબીબે બીએસસી સુધીનો અભ્યાસ કરેલ છે અને તે છેલ્લા ૧૦ વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું ખુલ્યું હતું.


બીજા દરોડામા એએસઆઈ વિપુલભાઇ ગોહિલ , હેડ કોન્સ્ટેબલ શીવરાજભાઇ ખાચર, અનિરૂધ્ધસિંહસિંહ જાડેજા અને નૈમીષભાઇ મહેતાને મળેલ ચોક્કસ બાતમીના આધારે ગોંડલના ભરૂડી ગામની સીમમાં પેંટાગોન રોડ પર રામદેવ જનરલ સ્ટોરની બાજુમાં દુકાન ભાડે રાખી કોઈપણ જાતની મેડિકલ ડિગ્રી વગર દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં બીપીન લખમણ દોગા (રહે. ગુંદાળા રોડ ગોંડલ) ને પકડી પાડી તેના દવાખાનામાંથી અલગ અલગ દવાઓ મળી રૂ.૬૭,૮૧૨ નો મુદામાલ કબ્જે કર્યો હતો. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલ આ શખસે ધો.૧૧ સુધીનો અભ્યાસ કર્યો છે અને તે છેલ્લા ત્રણ વર્ષથી દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application