આગામી તા.૨૦થી ૨૪ નવેમ્બર દરમિયાન યોજાનારી ગિરનારની પરિક્રમા માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટથી જૂનાગઢ માટે ૬૦ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે તેમ રાજકોટ વિભાગીય નિયામક એમ.પી.રાજએ જણાવ્યું હતું, તેમણે ઉમેર્યું હતું કે પરિક્રમાર્થીઓનો ધસારો વધશે તો રાજકોટ એસટી બસપોર્ટ ખાતે તેમના માટે અલાયદા પ્લેટફોર્મની ફાળવણી પણ કરવામાં આવશે.
જ્યારે ગિરનાર પરિક્રમાના રિટર્ન ટ્રાફિક માટે જુનાગઢ એસટી ડિવિઝન દ્વારા જરૂરિયાત અનુસાર જોઈએ તેટલી એક્સ્ટ્રા બસો દોડાવાશે તેમ જૂનાગઢ એસટી ડિવિઝનના અધિકારી નિશાંત વરમોરાએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગિરનારની પરિક્રમા માટે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી પણ યાત્રિકો આવતા હોય ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટ અને જૂનાગઢ એસટી ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application