BREAKING NEWS

ગુજરાતમાં રાજકોટ 43.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર, હજુ ત્રણથીચાર દિવસ રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડશે!

  • May 20, 2026 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં ઉનાળાની આકરી ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. ગઈકાલે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું અને અહીં મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.


હવામાન વિભાગના આંકડા મુજબ રાજકોટમાં આજે વહેલી સવારે ન્યૂનતમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું. સવારે 8:30 વાગ્યે તાપમાન 29.6 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ટકા નોંધાયું હતું. જ્યારે પવનની સરેરાશ ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી.


રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો. ગાંધીનગરમાં 43.2 ડિગ્રી, અમરેલીમાં 43.1 ડિગ્રી, અમદાવાદમાં 42.2 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી, ડીસામાં 41.6 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ભુજ અને દાહોદમાં 39 ડિગ્રી તથા ભાવનગરમાં 38.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.


હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે અને તાપમાન 43થી 45 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવાનું અને ગરમીથી બચવા જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application