BREAKING NEWS

ગરમીનો સતત ઉંચે ચડતો પારો: રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 34.2 ડિગ્રી તાપમાન, જાણો બીજા શહેરોમાં કેટલું તાપમાન

  • February 09, 2026 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ કશ્મીર લદાખ ઉત્તરાખંડમાં એક તરફ બરફ વર્ષા અને વરસાદ ચાલુ છે તો બીજી બાજુ દેશના મોટાભાગના રાજ્યોમાં ગરમીનો પારો સતત ઉંચે ચડી રહ્યો છે. રવિવારે રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટ અને સુરતમાં 34.2 ડિગ્રી નોંધાયું હતું.


પોરબંદરમાં મહત્તમ તાપમાન ગઈકાલે 32.4 ડિગ્રી રહેવા પામ્યું હતું પરંતુ આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ નેવું ટકા રહ્યું હતું અને તેના કારણે જાકળ જોવા મળી હતી. પોરબંદરનું આજનું લઘુતમ તાપમાન 16 ડીગ્રી રહ્યું છે. નલિયામાં 32.5, ભુજમાં 33.5, કંડલામાં 33.5, અમરેલીમાં 32.9, ભાવનગરમાં 31.8 અને ડીસામાં 32.8 ડીગ્રી મહત્તમ તાપમાન રવિવારે નોંધાયું હતું. રાજ્યના લગભગ તમામ શહેરોમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રીથી વધુ રહ્યું છે.


આજના લઘુતમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 17.2, નલિયામાં 11.2, ભુજમાં 16. 8, કંડલામાં 16.7, અમરેલીમાં 17, ભાવનગરમાં 17.9 અને ડીસામાં 15 ડિગ્રી નોંધાયું છે. આજે હિમાલય રીજીયનમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યું છે અને તેના કારણે જમ્મુ કશ્મીર લદાખ ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા ની શરૂઆત થઈ ગઈ છે. રાજસ્થાન પર પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળે છે અને તેની અસરના ભાગરૂપે આ રાજ્યમાં પણ સામાન્ય વરસાદની શક્યતા ઊભી થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application