સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં સતત ત્રણ દિવસ સુધી ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયા પછી હવામાન વિભાગે આજે તે હટાવી લીધું છે અને સૌરાષ્ટ્રના ચાર સહિત રાજ્યના સાત જિલ્લામાં આજે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
જે સાત જિલ્લામાં ગરમી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં રાજકોટ સુરેન્દ્રનગર પોરબંદર કચ્છ અમદાવાદ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લાનો સમાવેશ થાય છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં 40 થી 42 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહેશે.
ગરમીના પ્રમાણમાં ઘટાડાનો સિલસિલો શરૂ થઈ ગયો છે અને ભાવનગર દ્વારકા કંડલા નલિયા ઓખા સુરત વેરાવળ દાહોદ દમણ દીવ સહિત રાજ્યમાં અનેક જગ્યાએ ગઈકાલનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે રહ્યું છે.ભુજ ડાંગ ડીસા ગાંધીનગર પોરબંદર અમદાવાદ અમરેલી અને રાજકોટમાં 40 થી 42.1 ડીગ્રી મહત્તમ તાપમાન ગઈકાલે નોંધાયું હતું. સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.1 ડીગ્રી ગઈકાલે રહ્યું હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં આજથી મહત્તમ તાપમાન ઘટશે અને બે થી ચાર ડિગ્રી જેટલી ગરમીમાં રાહત મળશે. બીજી બાજુ આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક વધી જવા પામ્યું છે. ઓખામાં 88 કંડલામાં 79 દ્વારકામાં 86 દમણમાં 85 અને સુરતમાં 79 ટકા ભેજ આજે સવારે નોંધાયો છે. ગુજરાતમાં ભીષણ ગરમીને બ્રેક લાગી છે. તો બીજી બાજુ જમ્મુ કશ્મીર લદાખ તમિલનાડુ પોંડીચેરી આસામ અરુણાચલ સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. પંજાબમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech