મૂળ ભચાઉ અને હાલ રાજકોટમાં રહેતા યુવકને વતન ભચાઉમાં બેરહેમી પૂર્વક મારમારતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે. યુવક વતનમાં આયુષ્માન કાર્ડ સહિતના કામ માટે ગયો હતો ત્યાં અજય અને ભાવેશને તેના પરિવારની સ્ત્રી સાથે સાગરને આડા સબંધ હોવાની શંકાએ મામાના ઘરે લઇ જવાનું કહી અપહરણ કરી ઢોરમાર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. બનાવના પગલે મૃતકના પિતાની ફરિયાદના આધારે બંને શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રામનાથપરામાં રહેતો સાગર વજુભાઈ હુડીયા (ઉ.વ.23)નો યુવક ગત તા.8ના રોજ આયુષ્માન કઢાવવા અને આધાર તેમજ પાન કાર્ડનું લિંક કરાવવા મટે વતન ભચાઉ ગયો હતો ત્યારે ભાવેશ ચતુર અને તેનો ભાઈ અજય ત્યાં મળી જતા તેને મામાના ઘરે લઈ જવાનું કહી તેના ઘરે મદીનાનગરમાં લઈ ગયા હતા ત્યાં જઈ ધોકા-પાઇપ વડે આડેધડ મારમારતા ગંભીર ઈજાઓ થવાથી લોહી લુહાણ થયો હતો. બનાવની જાણ યુવકના પિતાને થતા તેના પિતા અને નાનો દીકરો ભચાઉ દોડી ગયા હતા અને યુવકને સારવાર માટે ભચાઉની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા રાત્રીના દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભચાઉ પોલીસને જાણ કરતા પોલીસે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતકના પિતા વજુભાઇ મગનભાઈ હુંડિયા ((ઉ.વ.56)ની ફરિયાદ પરથી અજય ચતુર અને ભાવેશ ચતુર સામે હત્યાનો ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
મૃતક સાગર ચાર ભાઈમાં વચેટ હતો અને પિતા સાથે ફૂલ વેચવાનું કામ કરતો હતો. યુવકને કૌટુંબિક પરિવારની સ્ત્રી સાથે આડા સબંધ હોવાની શંકાએ ઢોરમારમારી ઢીમ ઢાળી દીધું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application