પોરબંદરના રાણાવાવની એક સગીરા સુરત ખાતે ઉચ્ચ અભ્યાસ કરી રહી છે અને એસ.ટી.ની સ્લીપીંગકોચ બસમાં ઘરે આવતી હતી ત્યારે તેના જ જાણીતા અને જેને તે વડીલ માનતી હતી એવા શખ્શે રાત્રિના સમયે બસમાં બળાત્કાર ગુજારતા પોકસો અને એટ્રોસીટીની કલમો હેઠળ ગુન્હો દાખલ થયો છે અને પોલીસે આ બનાવમાં ઉંડાણથી તપાસ હાથ ધરી છે. રાજકોટની હોસ્ટેલમાં થઇ ઓળખાણ
સગીરાએ જાતે ફરિયાદી બનીને ગુનો નોંધાવ્યો
પોરબંદર નજીક રાણાવાવમાં રહેતી સગીરાએ જાતે ફરિયાદી બનીને ગુન્હો નોંધાવ્યો છે કે ત્રણેક વર્ષ અગાઉ તે રાજકોટની હોસ્ટેલ અને સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. એ દરમ્યાન તેને એ હોસ્ટેલમાં કામ કરતા કોડીનાર તાલુકાના ગીરદેવડી ગામના વિજય કરશન બારડ સાથે ઓળખાણ થઇ હતી અને વિજય આ સગીરાનું જે તે સમયે સારુ ધ્યાન રાખતો હોવાથી અને તે મોટી ઉંમરનો હોવાથી સગીરાને એવુ લાગ્યુ હતુ કે વડીલ તરીકે તેનો ખ્યાલ રાખે છે. હોસ્ટેલમાં રહી ત્યાં સુધી ગમે ત્યારે વિજય બારડ સગીરાને મળતો ત્યારે શરીરે હાથ ફેરવીને વ્હાલ કરતો એટલે ફરિયાદીને એવુ લાગ્યુ હતુ કે તેને બાળકીની જેમ વડીલ તરીકે ધ્યાન રાખે છે તેથી તે વિજયના વિશ્વાસમાં આવી ગઇ હતી.
‘તારે સુરતમાં કંઇપણ કામ હોય તો મુંજાયા વગર મને ફોન કરીને કહી દેજે’
રાજકોટ ખાતેનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આ કિશોરીએ ખૂબ મહેનત કરીને સારા એવા માર્કસ મેળવતા સુરત ખાતે તે ઉચ્ચ અભ્યાસ માટે ગઇ છે અને હોસ્ટેલ અને કોલેજ કેમ્પસ એક જ હોવાથી ત્યાં રહેતી હતી અને ત્યાં એડમીશન મેળવ્યા બાદ ચાર-પાંચ દિવસ પછી વિજય બારડે ફોન કરીને સગીરાના હાલચાલ પૂછયા હતા અને કહ્યુ હતુ કે, ‘તારે સુરતમાં કંઇપણ કામ હોય તો મુંજાયા વગર મને ફોન કરીને કહી દેજે’
રજાના દિવસોમાં સુરત આવ્યો
ત્યારબાદ રજાના દિવસોમાં વિજય બારડ સુરત પણ આવતો હતો અને ગાર્ડનમાં તથા અલગ-અલગ જગ્યાએ સગીરાને ફરવા લઇ જતો હતો અને વાપરવા માટે પિયા પણ આપતો હતો એટલું જ નહી પરંતુ સીમકાર્ડ સાથેનો મોબાઇલ ફોન પણ લઇ દીધો હતો અને વડીલ તરીકે સારી રીતે રાખતો હોવાથી સગીરાને તેનો પૂરેપૂરો વિશ્ર્વાસ આવી ગયો હતો.
સરપ્રાઇઝ આપવા નરાધમ પહોંચ્યો!
ત્યારબાદ સાત એપ્રિલના સગીરાને સુરતથી રાણાવાવ આવવાનું હતુ અને તેના પિતા તેને લેવા માટે આવી શકે તેમ નહીં હોવાથી એસ.ટી.ની સ્લીપીંગ કોચ બસમાં તેનું બુકીંગ કરાવી આપ્યુ હતુ. એ દરમ્યાન વિજયનો સગીરાને ફોન આવતા પોતે રાણાવાવ બસમાં એકલી પહોંચી જશે તેમ જણાવ્યુ હતુ અને સાંજે તે બસ ડેપોમાં ગઇ ત્યારે અચાનક જ વિજય ત્યાં પ્રગટ થયો હતો અને સગીરાને એવુ કહ્યુ હતુ કે, ‘હું તને સરપ્રાઇઝ આપવા માંગતો હતો, હું તને તારા ઘર સુધી મુકી જઇશ જવાન દીકરીને એકલીને જવાય નહીં’ આમ કહેતા વડીલ તરીકે વિજયને માનતી હોવાથી સીટ વિષે પૂછતા તેણે એવુ જણાવ્યુ હતુ કે વિજયે ડબલ સોફાવાળી સીટ બુક કરાવી છે.
સાત એપ્રિલના રાત્રે બસમાં બન્યો બનાવ
ત્યારબાદ સગીરા તેની સીટમાં બેસી ગઇ હતી અને વિજય તેની સીટમાં બેઠો હતો. બસ રવાના થતા વિજયે એવુ કહ્યુ હતુ કે, ‘તું એકલી તારી સીટ ઉપર છે તો અહીં મારી પાસે સીટમાં આવી જા, વાતચીત કરતા-કરતા સમય પસાર થઇ જશે’ તેમ કહેતા સગીરા વડીલ વિજયે બુક કરાવેલ સોફામાં ગઇ હતી. ત્યારબાદ નાસ્તો કર્યો હતો અને એ પછી વિજય કોઇને કોઇ બહાને સગીરાના શરીરે હાથ અડાડવા લાગ્યો હતો અને અડપલા કરવા લાગ્યો હતો. આથી આવુ નહી કરવાનું જણાવતા વિજયે એવુ જણાવ્યુ હતુ કે, ‘હું તને ખૂબજ પ્રેમ કરુ છું, હું તારા વગર રહી શકુ તેમ નથી. તું મને નહી મળે તો હું મરી જઇશ’ તેમ કહેતા સગીરા ડરી ગઇ હતી અને કશુ બોલી ન હતી. આથી વિજયે સગીરાના કપડા ઉતારીને ચાલુ બસે જ સોફા ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હતુ અને એવુ કહ્યુ હતુ કે, ‘ આ વાત તારે કોઇને કરવાની નથી’ તેથી સગીરા ચૂપ થઇ ગઇ હતી.
યુવાન ઉપલેટા ઉતર્યો
ત્યારબાદ સવારે છએક વાગ્યાના સમયે ઉપલેટા આવતા આ વિજય બારડ ત્યાં ઉતરી ગયો હતો અને જતા જતા સગીરાને ‘તારે મારી સાથે આવાજ સંબંધ રાખવાના છે અને જો તું કોઇને વાત કરીશ તો હું મરી જઇશ અને મારા મરવાનો આરોપ તારા ઉપર આવશે’ કહીને જતો રહ્યો હતો.
પરત ફરતી વખતે ફરીથી પ્રગટ થયો !
સગીરા રાણાવાવ ખાતે થોડા દિવસો રોકાયા બાદ તેને અભ્યાસ માટે સુરત જવાનું હોવાથી તેના પિતાએ ટિકિટ બુક કરાવી દીધી હતી અને તેમાં આ સગીરા સુરત જતી હતી ત્યારે બસ રાજકોટ બસસ્ટેશનમાં પહોચી એ સમયે વિજય બારડ ફરીથી ત્યાં બસમાં પ્રગટ થયો હતો અને સગીરા સાથે વાતચીત કરવા લાગ્યો હતો. અગાઉ બનેલા કૃત્યથી ગભરાઇ ગઇ હતી અને વિજયનો વધુ વિશ્ર્વાસ કર્યો ન હતો તથા સુરત પહોંચતા બસસ્ટેશન પરથી હોસ્ટેલ જવા નીકળી ત્યારે વિજયે‘હું તને હોસ્ટેલ મૂકી જાવ છું તારે એકલી જવુ નથી’ પરંતુ સગીરાએ એકલી જતી રહીશ એમ કહ્યુ હોવા છતાં ‘હું તને મૂકીને જ જઇશ’ તેમ કહીને રીક્ષામાં વિજય તેને હોસ્ટેલ ખાતે મૂકી ગયો હતો.
ત્રણેક દિવસ પછી રાત્રે સ્વજન લેવા આવ્યા
આ બનાવના ત્રણેક દિવસ પછી સગીરા હોસ્ટેલમાં હતી ત્યારે તેના પરિવારના સ્વજનો રાત્રે દોઢ વાગ્યે અચાનક જ તેને લેવા માટે હોસ્ટેલે આવ્યા હતા અને ‘તારા દાદીની તબીયત ખૂબજ ખરાબ છે. એ તારુ રટણ લઇને બેઠા છે અને તને જોવા માટે દાદીએ જીદ પકડી છે.’ તેમ કહીને તેડવા આવ્યા હોવાનું જણાવતા સગીરા ફોરવ્હીલમાં તેની સાથે રાણાવાવ આવી પહોંચી હતી.
દાદીમા હતા હેમખેમ!
આ તણી જ્યારે રાણાવાવ પહોંચી ત્યારે તેના દાદીની તબીયત એકદમ સારી હતી અને કોઇપણ પ્રકારની તકલીફ નહી હોવાનું જણાતા તેણે તેના પિતાને ‘મને ખોટું બોલીને શા માટે તેડી આવ્યા? કહ્યુ હતુ.
પિતાએ કર્યો ઘટસ્ફોટ
તેના પિતાએ એવુ જણાવ્યુ હતુ કે, ‘એસ.ટી.ના ડ્રાયવર તેના પિતાના જાણીતા હતા અને તેણે બ એવી જાણ કરી હતી કે તમારી દીકરીને અવારનવાર સુરતની ટમાં બેસાડવા માટે આવો છો. તાજેતરમાં જ્યારે તમે તેને બેસાડવા આવ્યા ત્યારે શંકા ગઇ હતી કે સુરતથી છોકરી બસમાં એકલી બેઠી હતી ત્યારબાદ એક યુવાન તેની સાથે વાતચીત કરતો હતો અને એક સોફામાં બંને બેઠા હતા અને તે ઉપલેટા ઉતરી ગયો હતો અને ફરીથી જ્યારે તમારી દીકરી સુરત ગઇ ત્યારે રાજકોટથી એ જ વ્યક્તિ બસમાં બેઠો હતો અને દીકરી સાથે વાતો કરતો હતો.’ તેમ જણાવ્યુ હતુ.
દીકરીએ સાચી માહિતી જણાવી
પિતા સહિત પરિવારજનોએ સગીરાને સંપૂર્ણપણે વિશ્ર્વાસમાં લઇને ‘તારી સાથે કંઇક અજુગતુ બન્યુ છે અને તું બીકને લીધે અમને જણાવતી નથી એવું લાગી રહ્યુ છે અને એટલે જ અમે ખોટુ બોલીને તને તેડવા આવ્યા હતા. તું કોઇપણ જાતનો ભય રાખ્યા વગર જે કંઇ બનાવ બન્યો હોય તે અમને જણાવ’ એમ કહીને હિમત આપતા સગીરાએ પોતાની સાથે બનેલી ઘટનાનું અક્ષરસ: વર્ણન કર્યુ હતુ. આથી તેના પિતાએ કહ્યુ હતુ કે, ‘આ બનાવ અંગે આપણે પોલીસને જાણ કરવી જ જોઇએ’ ત્યારબાદ રાણાવાવ પોલીસમથક ખાતે બ આવીને સગીરાએ ગીરસોમનાથના કોડીનાર તાલુકાના ગીરદેવડી ગામના વિજય કરશન બારડ સામે પોકસો અને એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવ્યો છે. ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
તપાસ સુરત ખાતે ટ્રાન્સફર
રાણાવાવના પોલીસમથક ખાતે ગુન્હો નોંધાયા બાદ બનાવ સુરતના મહીધપુર પોલીસ મથક હેઠળ આવતો હોવાથી ફરિયાદ ત્યાં ટ્રાન્સફર કરવામાં આવી છે અને પોલીસે પણ આ બનાવમાં ઉંડાણથી તપાસ હાથ ધરી છે. પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ પણ આ મુદ્ે ઉંડાણથી તપાસ કરી રહી હોવાનું જાણવા મળ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાડી ચામડીના તંત્રની ચરબી બહાર કાઢો !
May 03, 2025 03:12 PMનવા રસ્તાની શરુ થયેલી કામગીરીનું ધારાસભ્ય જીતુ વાઘાણીએ કર્યુ નિરીક્ષણ
May 03, 2025 03:10 PMપોરબંદરના નભોમંડળમાં ઉલ્કાવર્ષાનો અદ્ભુત નઝારો જોવા મળશે
May 03, 2025 03:10 PMનિર્માણાધિન કેનાલની કામગીરી ઝડપથી પૂર્ણ કરો : પાણી પુરવઠા મંત્રી
May 03, 2025 03:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech