BREAKING NEWS

જસદણના દેવપરા અને લીલીખા ગામની સીમમાં બેલા ચોરીનું કારસ્તાન ઝડપી લેતી રેન્જની ટીમ

  • August 01, 2026 09:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ તાલુકાના દેવપરા અને લીલાખા ગામની સીમમાંથી રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડી બેલાની ચોરીના પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે અહીંથી ચાર ટ્રેકટર અને સાત ચરખી સહીત રૂ. 27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા શખસો પર અંકુશ લાવવા તથા સરકારી સંપત્તીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા શખસો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુંસંધાને રાજકોટ રેન્જ ટીમના પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા અને સી.એમ.કાંટેલીયાની રાહબરી હેઠળની ટીમો તપાસમાં હતી. દરમિયાન પીએસઆઈ બી.સી.મીયાત્રા તથા તેમની ટીમના કુલદિપસિંહ ચુડાસમા, વકારભાઇ અરબ, દિવ્યેશભાઇ સુવા, અનીરુધ્ધસિંહ જાડેજા તથા નિકુલભાઇ પંપાણીયાને હકિકત મળી હતી કે, રાજકોટ જિલ્લાના જસદણ પોલીસ મથક વિસ્તારના દેવપરા અને લીલાપર ગામની સીમમાં પુનમ વાછાણી, મગન વાછાણી અને અંકીત વાછાણી નામના શખસો સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ પથ્થર (બેલા) ની ખાણ ચલાવી રહ્યા છે. બાતમીના આધારે ટીમે દરોડો પાડી અહીંથી ગેરકાયદે બેલાની ચોરીની પ્રવૃત્તિ ઝડપી લીધી હતી. પોલીસે અહીંથી અલગ અલગ ચાર ટ્રેકટર અને સાત ચરખીઓ મળી કુલ રૂ 27 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રેકટરના ડ્રાયવરોને હસ્તગત કરી સ્થાનીક પોલીસને બોલાવી આગળની કાર્યવાહી અર્થે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application