શૂટિંગ દરમિયાન રશ્મિકા મંદાનાને ગંભીર ઈજા, 6 સપ્તાહ શુટિંગ નહી કરી શકે
શૂટિંગ દરમિયાન રશ્મિકા મંદાનાને ગંભીર ઈજા, 6 સપ્તાહ શુટિંગ નહી કરી શકે
August 01, 2026 02:35 PM
અભિનેત્રી રશ્મિકા મંદાનાના ચાહકો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. રશ્મિકાને પોતાની આગામી ફિલ્મો 'માઇસા' અને 'રાનાબાલી'ના શૂટિંગ દરમિયાન ભારે ઇન્ટેન્સ એક્શન અને ડાન્સ સીક્વન્સ કરતી વખતે કમર અને થાપાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. અહેવાલો અનુસાર, ઇજાના કારણે તેનો હિપ ટેન્ડન (મસલ કનેક્ટર) તૂટી ગયો છે. ડોક્ટરોએ આ સ્થિતિને ખૂબ જ ગંભીર ગણાવી છે અને જણાવ્યું છે કે સામાન્ય રીતે આવી ઇજાઓ કડક શારીરિક ટ્રેનિંગ લેતા એથ્લેટ્સને થતી હોય છે. આ ગંભીર ઇજાને કારણે ડોક્ટરોએ રશ્મિકાને આગામી ૬ અઠવાડિયા સુધી સંપૂર્ણ રીતે બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે. રશ્મિકાની આગામી ફિલ્મોની વાત કરીએ તો, 'રાનાબાલી' એક મોટો પેન-ઇન્ડિયા પ્રોજેક્ટ છે જેને રાહુલ સંકૃત્યાયન ડિરેક્ટ કરી રહ્યા છે. ૧૮૫૪ અને ૧૮૭૮ના બ્રિટિશ શાસનના યુગ પર આધારિત આ ફિલ્મમાં રશ્મિકા સાથે વિજય દેવરકોંડા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૧૧ સપ્ટેમ્બરે તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થવાની છે. 'ગીતા ગોવિંદમ' અને 'ડિયર કોમરેડ' પછી વિજય અને રશ્મિકાની સાથે આ ત્રીજી ફિલ્મ છે. આ સિવાય તેની બીજી પેન-ઇન્ડિયા ફિલ્મ 'માઇસા' એક પીરિયડ એક્શન થ્રિલર છે, જેનું નિર્દેશન રવિન્દ્ર પુલ્લે કરી રહ્યા છે અને તે આ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ થવાની શક્યતા છે.