આ વર્ષ નવરાત્રિનાં છેલ્લા દિવસોમાં વરસાદનું વિઘ્ન આવ્યું પરન્તુ લોકોએ ચાલુ વરસાદમાં પણ ગરબા દાંડીયા રમીને માતાજી ની આરાધના ભક્તિ કયો. દ્વારકાનાં મીઠાપુર ખાતે વર્ષોથી તાતા કેમિકલ્સ દ્વારા દશેરા નિમિતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદનાં પુતળાનું દહન કાર્યક્રમ યોજાઇ છે. તે જ રીતે આ વર્ષ પણ વરસાદને લીધે ગ્રાઉન્ડમાં પાણી અને ચાલુ વરસાદમાં પણ દર વર્ષની પરંપરા મુજબ આ કાયેકર્મનું આયોજન યથાવત રાખેલ.
ત્રણેય રાક્ષસોનાં પુતળાનું દહન સાથો સાથ ફટાકડાની આતિશબાજી પણ રાખેલ. આ કાયેક્રમને માણવા બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મીઠાપુર અને આસપાસ વિસ્તારનાં લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહીને ચાલુ વરસાદમાં પણ રાવણ દહન અને આતિશબાજી નિહાળી હતી.