રાજકોટ શહેરમાં શેરી શ્વાનોનો આતકં દિવસે દિવસે વધી રહ્યો છે, એક તરફ મહાપાલિકા તત્રં શ્વાનની વસ્તી ન વધે તે માટે શ્વાન વ્યંધિકરણના ઓપરેશન તેમજ રખડુ ડાઘીયાઓને હડકવા વિરોધી રસીકરણ કરવા પાછળ વર્ષે કરોડો પિયાનો ખર્ચ કરે છે તેમ છતાં કૂતરા કરડવાના કેસ ઘટવાને બદલે સતત વધી રહ્યા છે. કૂતરાની વસતી વધી રહી છે કે પછી કૂતરા હિંસક બની રહ્યા છે તે બાબત તપાસનો વિષય બની છે. જાન્યુઆરી–૨૦૨૫ના પ્રારંભે તા.૧થી ૧૪ સુધીમાં શહેરમાં ૧૦૦૬ શહેરીજનોને કૂતરા કરડા છે, અલબત્ત આ આકં તો જેમણે કૂત કરડા બાદ મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં ઇન્જેકશન અને સારવાર લીધી છે તેમના જ છે, જો અન્ય હોસ્પિટલોમાં સારવાર લેનારનો આકં સામે આવે તો બમણાં કેસ હોય શકે છે. વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ એલ.વકાણીએ જણાવ્યું હતું કે મહાપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં છેલ્લા ૧૪ દિવસમાં કૂત કરડાના પ્રતિ દિવસના સરેરાશ ૭૨ કેસ આવ્યા છે અને આ મુજબ કુલ કેસ ૧૦૦૬ થયા છે. હાલ તમામ આરોગ્ય કેન્દ્રોમાં કૂત કરડા બાદ અપાતા ઇન્જેકશનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, ખાનગી હોસ્પિટલોમાં આ ઇન્જેકશનના .૩૦૦૦થી ૩૫૦૦ વસુલાતા હોય છે, યારે મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં તદ્દન વિનામૂલ્યે ઇન્જેકશનનો કોર્સ કરાવાય છે જેના લીધે મ્યુનિ. આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓનો ધસારો વધુ રહે છે.
મ્યુનિ.આરોગ્ય કેન્દ્રોના સ્ટાફના વર્તુળોએ જણાવ્યું હતું કે ફકત પખવાડિયામાં આટલી મોટી માત્રામાં કેસ કયારેય જોવા મળ્યા નથી, ડોગ બાઇટનો ભોગ બનનાર દર્દીઓમાં મોનિગ વોકર્સ અને બાઇક સવારોની સંખ્યા સૌથી વધુ છે
હેલ્થ ઓફિસરના મતે કેસ વધવાના કારણો
(૧) શિયાળામાં શ્વાનની ભૂખ વધે, શેરી શ્વાનોને પૂરતો ખોરાક ન મળતો હોય તેવા કિસ્સામાં આકુળ વ્યાકુળ બની કરડે
(૨) ભાદરવા માસમાં મેટિંગ પછી શિયાળામાં બચ્ચાને જન્મ આપી માદા શ્વાન આક્રમક બને, બચ્ચાની આજુ બાજુમાં કોઇ આવે તો અસલામતીની ભાવના અનુભવી કરડે
(૩) નર શ્વાનમાં શિયાળામાં હોર્મેાનલ ચેન્જીસ આવતા હોય તેથી કરડે
(૪) શ્વાન જૂથના કોઇ એક શ્વાનને વાહને હડફેટે લીધુ હોય તો અન્ય વાહનોને જોઇ પાછળ દોડે અને કરડે
(૫) શિયાળાની ઋતુમાં ઠંડી વધે ત્યારે વાતાવરણ સાથે અનુકૂલન સાધી નહીં શકવાથી મૂડ સ્વીન્ગ થતા કરડ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech