BREAKING NEWS

સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં મેઘરાજા સટાસટી બોલાવશે

  • October 27, 2025 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સામાન્યથી આઠ ઇંચ સુધીનો વરસાદ પડ્યા પછી આજે પણ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જિલ્લા માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના આ ત્રણ જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમાં વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આગામી તારીખ 30 સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં અનેક જગ્યાએ તોફાની પવન સાથે વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેશે.


ઓલપાડમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 152 તાલુકામાં સામાન્યથી આઠ ઇંચ જેટલો વરસાદ થયો છે. વરસાદનું વધુ જોર સૌરાષ્ટ્રમાં રહ્યું છે પરંતુ તાપી, સુરત, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, નવસારી, ખેડા અને વડોદરા જિલ્લામાં પણ બેથી ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના સોનગઢમાં ચાર વ્યારામાં બે, ડોલવણ અને ઉચ્છલમાં અઢી અઢી ઇંચ વરસાદ થયો છે. સુરત જિલ્લાના ઉંમરપાડામાં પોણા ચાર સુરત શહેરમાં બે અને ઓલપાડમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.


જાંબુઘોડામાં પોણા બે ઇંચ વરસાદ

ડાંગ જિલ્લાના સુબિર આહવા માં બબ્બે ઇંચ નર્મદા જિલ્લાના તિલકવાડા ગરુડેશ્વર નંદોડ જિલ્લામાં પણ બબ્બે ઇચ વરસાદ થયો છે. છોટા ઉદેપુરના ક્વાંટમાં બે સંખેડામાં પોણા બે ઇંચ વરસાદ થયો છે. ભરૂચ જિલ્લાના વાલીયામાં પણ બે ઇંચ પાણી પડ્યું છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં પોણા બે ઇંચ વરસાદ થયો છે.


44 તાલુકામાં એક ઇંચ કે તેથી વધુ વરસાદ પડ્યો

કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ 152માંથી 44 તાલુકા એવા છે કે ત્યાં એક ઇંચ કે તેનાથી વધુ વરસાદ નોંધાયો છે. આજે સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં વરસાદનું જોર વધુ રહેશે તેવી ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application