BREAKING NEWS

બેંક ગ્રાહકોને રાહત: ત્રણ દિવસીય હડતાલ મોકૂફ

  • September 28, 2026 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોમવારની સવાર દેશભરના લાખો બેંક ગ્રાહકો માટે રાહતના સમાચાર લઈને આવી. ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી ત્રણ દિવસીય રાષ્ટ્ર્રવ્યાપી બેંક હડતાળ છેલ્લી ઘડીએ પાછી ખેંચી લેવામાં આવી હતી. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (યુએફબીયુ) એ રવિવાર, ૨૭ સપ્ટેમ્બરના રોજ એક સત્તાવાર
નિવેદનમાં આ જાહેરાત કરી હતી. એવી ગંભીર ચિંતાઓ હતી કે આ હડતાળને કારણે બેંકિંગ કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ જશે, કારણ કે આ સમયગાળો બેંકોના અર્ધ–વાર્ષિક હિસાબ બધં કરવાના (કલોઝિંગ) સમય સાથે સુસંગત હતો. આવી વિક્ષેપિત સ્થિતિ વ્યકિતગત અને વ્યાપારી બંને પ્રકારના વ્યવહારોને ગંભીર રીતે અટકાવી શકતી હતી. જોકે, રવિવારે મોડી રાત્રે બનેલી એક મહત્વપૂર્ણ ઘટનાએ સમગ્ર પરિસ્થિતિ બદલી નાખી.
રવિવારે રાત્રે ૯:૩૦ વાગ્યે, ઈન્ડિયન બેંકસ એસોસિએશન (આઈબીએ) ની એક ટીમે યુએફબીયુના પ્રતિનિધિઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ ગહન બેઠક દરમિયાન, બેંક યુનિયનોની લાંબા સમયથી પડતર વિવિધ માંગણીઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્ય માંગણી 'ફાઈવ–ડે બેંકિંગ વીક' (અઠવાડિયામાં પાંચ દિવસ કામકાજ) લાગુ કરવાની હતી. આઈબીએએ યુનિયનોને સ્પષ્ટ્ર ખાતરી આપી હતી કે તેમની તમામ વ્યાજબી માંગણીઓ અંગે સકારાત્મક પગલાં લેવામાં આવશે. આ ખાતરીના આધારે, યુનિયનોએ પ્રસ્તાવિત ત્રણ દિવસીય હડતાળ પાછી ખેંચવાનો અંતિમ નિર્ણય લીધો.
ફાઈવ–ડે વર્ક વીક માગના નિર્ણય માટે ઉચ્ચ–સ્તરીય સમિતિની રચના
બેંક કર્મચારીઓ લાંબા સમયથી અઠવાડિયામાં પાંચ દિવસ કામકાજની માંગ કરી રહ્યા છે. વર્તમાન વ્યવસ્થા હેઠળ, બેંકો મહિનાના માત્ર બીજા અને ચોથા શનિવારે બધં રહે છે. બેંક યુનિયનો માંગ કરી રહ્યા છે કે તમામ શનિવારને જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવે. રવિવારે રાત્રે થયેલી વાતચીત બાદ હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ મહત્વપૂર્ણ મુદ્દાના ઉકેલ માટે એક ઉચ્ચ–સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે.
બીજો મુખ્ય મુદ્દો નવી પીએલઆઈ યોજના પાછી ખેંચવાનો
શિમલામાં પત્રકાર પરિષદને સંબોધતા, યુએફબીયુ હિમાચલ પ્રદેશના સંયોજક અને 'બેન્કર્સ યુનાઇટેડ ફોરમ ઓફ હિમાચલ પ્રદેશ'ના પ્રમુખ નરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, અઢી વર્ષથી વધુ સમય પહેલાં સરકાર સાથે થયેલા કરારમાં આપવામાં આવેલા વચનો હજુ સુધી પૂરા ન થવાને કારણે યુનિયનો હડતાળનો માર્ગ અપનાવવા મજબૂર બન્યા હતા. અમારી મુખ્ય માંગણી પાંચ દિવસના બેંકિંગ સાહની છેએટલે કે શનિવાર અને રવિવાર સાાહિક રજાઓ હોવી જોઈએ. બીજો મુખ્ય મુદ્દો નવી પીએલઆઈ યોજના પાછી ખેંચવાનો છે, જે નાણાકીય સેવા વિભાગ દ્રારા એકતરફી રીતે લાગુ કરવામાં આવી હતી. કરાર પર હસ્તાક્ષર થયાને અઢી વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં, તેમાં કરવામાં આવેલાં વચનોનો અમલ કરવામાં આવ્યો નથી. તેથી, આંદોલન શ કરવા સિવાય અમારી પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો ન હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application