૮૦ ફૂટ ઊંડા કૂવામાં વન વિભાગે એક કલાકથી જહેમત બાદ અજગરનો રેસ્ક્યુ કરી સિદસર પાસે પ્રકૃતિના ખોળે મૂકી દીધો
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામમાં આવેલા એક ખુલ્લા કૂવામાં અજગર પડી ગયો હોવાના અહેવાલ મળતાં જામજોધપુર વન વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને ૮૦ ફૂટ ઊંડા કૂવામાં ઉતરીને અજગરનું રેસક્યુ કરી લીધું હતું, અને પ્રકૃતિના ખોળે મૂકી દીધો છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામમાં એક ખેડૂતની વાડીમાં આજે બપોર દરમિયાન એક ખુલ્લા કૂવામાં અજગર પડી ગયો છે, તેવી માહિતી જામજોધપુર વન વિભાગને મળી હતી. કૂવો ઊંડો ઉતારતી વખતે અજગર તેમાં પડેલો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
જેથી જામજોધપુરના વન વિભાગના વનપાલ વાય. કે. જાડેજા, વનપાલ એમ. કે. કરમુર, વનરક્ષક રમેશભાઈ બડીયાવદરા, તથા વનરક્ષક ભગીરથભાઈ વાઢેર કે જેઓ તાબડતોબ હોથીજીખડબા ગામમાં પહોંચી ગયા હતા. જ્યાં ૮૦ ફુટ ઊંડા કૂવામાં દોરડા અને ટ્રોલી વગેરેની મદદ થી નીચે ઉતરીને એકાદ કલાક ની ભારે જહેમત લઈને કુવામાં પડી ગયેલા અજગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધો હતો.
અંદાજે સાડા પાંચ થી છ ફૂટ લાંબા અને ૧૫ કિલો વજનના અજગર ને એક પ્લાસ્ટિકના કોથળામાં રેસ્ક્યુ કરીને જામજોધપુરના સિદસર વિસ્તારમાં કે જ્યાં પાણી પર્યાપ્ત માત્રામાં હતું, તે સ્થળે પ્રકૃતિના ખોળે છોડી દીધો હતો, અને રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. જેથી વાડી માલિક સહિતનાઓએ વન વિભાગની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech