પંચકોશી-એ દ્વારા અટકાયત કરાઇ : પોલીસબેડામાં ચકચાર
જામનગર નજીક દેશી દાની ભઠ્ઠીના એક કેસમાં નિવૃત પોલીસ ઇન્સપેકટરની સંડોવણી ખુલતા પંચ-એ પોલીસ દ્વારા આ અંગે કાર્યવાહી કરીને તેની અટકાયત કરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર વ્યાપી છે.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા દા, જુગારના કેશ શોધી આ બદી નાબુદ કરવા સુચના કરવામાં આવતા ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધાના માર્ગદર્શન મુજબ આ દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી.
જામનગર પંચ-એ પોલીસ સ્ટશેનમાં નોંધાયેલ પ્રોહી એકટ 65ઇ, બી, સી, ડી, એફ 81 મુજબના ગુનામાં કબ્જે કરેલ 280 લીટર દા કિ. 5600 તથા 1800 લીટર આથો અને દા બનાવવાની ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ. 1.04.250 આ અંગેના ભઠ્ઠીના કેસમાં નિવૃત પોલીસ અધિકારીની સંડોવણી હોવાના પુરતા પુરાવા મળ્યા હોય જેથી ઉપરોકત સુચના અને માર્ગદર્શનના આધારે પંચ-એ ડીવીઝનના પીઆઇ એમ.એન. શેખ, પીએસઆઇ એ.કે. પટેલ તથા પંચ-એ સ્ટાફ દ્વારા દેશી દાની ભઠ્ઠીના કેસમાં સંડોવાયેલ નિવૃત પીઆઇ મેઘરાજસિંહ ઝાલાને શોધી કાઢી ધોરણસર અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
વધુમાં મળેલ વિગત મુજબ મેઘરાજસિંહ ભભા ઝાલા હાલ પ્રા. નોકરી રહે. કારેલીબાગ બરોડા તથા હાલ જામનગરની સંડોવણી ખુલતા પોલીસબેડામાં ચકચાર વ્યાપી છે અને તેની ધોરણસર અટક કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PM૫ોરબંદરના રોકડિયા હનુમાન મંદિરે યોજાયું સફાઈ અભિયાન
May 02, 2025 02:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech