શહેરના ગુરુપ્રસાદ ચોક નજીક બાલાજી ફરસાણ નામની દુકાનમાંથી રીક્ષા લઈને આવેલા ચાલકે દુકાનદારની નજર ચૂકવી ગલ્લામાં રહેલા રૂ. 5000ની ચોરી કરી નાસી જતા દુકાનદારે અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસે ફૂટેજ મેળવી રીક્ષા ચાલકને ગણતરીની કલાકોમાં શોધી લઈ સકંજામાં લીધો છે.
આ અંગે ગોકુલધામ સોસાયટીમા રહેતા અને ગુરુપ્રસાદ ચોક નજીક બાલાજી ફરસાણ નામની દુકાન ધરાવતા વિશાલ નીતિનભાઈ ચંદારાણા નામના વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે દુકાને હતો ત્યારે એક રીક્ષા વાળો દુકાનના બહારના ભાગે ગ્રાહક તરીકે આવ્યો હતો અને હું દુકાનનો માલ સામાન ગોઠવતો હતો આથી મેં તેને ઉભુ રહેવાનુ કહ્યું હતું. કામ પતાવી જોતા રિક્ષા ચાલક ચાલ્યો ગયો હતો. અને થડાનું પૈસાનું ખાનુ ખુલ્લુ હતુ. જેમાં જોતા રૂ. ૫૦૦૦ રોકડા જોવામાં ના આવતા આ રિક્ષા ચાલક ચોરી કરી ગયાનું લાગતા તરત સીસીટીવી ચેક કરતા તેમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો રિક્ષા ચાલક પૈસાની ચોરી કરતો હોવાનું જોવા મળ્યું હતું. માલવીયા નગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શખ્સને સંકજામાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech