BREAKING NEWS

ગોંડલ ચોકડીથી જસદણ ચોકડી સુધી રોડ બિસ્માર, મોટા ખાડાથી ચાલકો પરેશાન

  • September 30, 2026 09:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 રાજકોટ-ભાવનગર હાઈવે પર આટકોટ નજીક રોડની હાલત બિસ્માર થઈ છે. ગોંડલ ચોકડીથી જસદણ ચોકડી સુધીના માર્ગ પર ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે. તેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા ખાડા પૂરવા માટે થીંગડા મારવાની કામગીરી કરાઈ છે. મોટા ભાગના ખાડા હજુ યથાવત્ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
આટકોટમાં હોસ્પિટલ નજીકના કેટલાક ખાડા પૂરવામાં આવ્યા છે. માર્ગના અન્ય વિસ્તારોમાં ખાડા જેમના તેમ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ માત્ર થીંગડા મારવાને
બદલે રોડનું યોગ્ય રિસર્ફેસિંગ કરવાની જરૂર છે. સમગ્ર માર્ગની હાલત જોતાં મોટા પાયે કામગીરી જરૂરી હોવાનું લોકો કહી રહ્યા છે.
સ્થાનિકોનું કહેવું છે કે રોડનું કામ કરવામાં આવે તો તે વ્યવસ્થિત રીતે કરવામાં આવે. વારંવાર ખાડા પૂરવાની કામગીરી કરવાની જરૂર ન પડે. વાહનચાલકોને રાહત મળે. હાલ બિસ્માર માર્ગના કારણે વાહન ચલાવવું અતિ મુશ્કેલ બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News