છેલ્લા ત્રણ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓ પર લગભગ 259 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ માહિતી સરકારે રાજ્યસભામાં આપી છે. છેલ્લા ત્રણ વર્ષની આપેલી વિગતો અનુસાર, પીએમ મોદીએ કુલ 38 યાત્રાઓ કરી છે. આમાં અમેરિકા અને જાપાન સહિત ઘણા દેશોનો સમાવેશ થાય છે. આ સંદર્ભમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
કોંગ્રેસના સાંસદનો પ્રશ્ન એ હતો કે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતીય દૂતાવાસોએ વડાપ્રધાનની વિદેશ મુલાકાતોની વ્યવસ્થા કરવામાં કેટલો ખર્ચ કર્યો છે. વધુમાં, હોટેલ અને પરિવહન સહિત વિવિધ ખર્ચાઓ વિશે માહિતી માંગવામાં આવી હતી. આ સંદર્ભમાં વિદેશ મંત્રાલયના રાજ્ય મંત્રી પવિત્ર માર્ગારીટા દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. તેમણે વિગતો આપી છે કે પીએમ મોદીએ વર્ષ 2022 માં 8 દેશો, 2023 માં 10 દેશો અને 2024 માં 16 દેશોની મુલાકાત લીધી છે. આ સમયગાળા દરમિયાન તેમણે 34 દેશોની મુલાકાત લીધી. એવા ઘણા દેશો હતા જ્યાં તેમણે એકથી વધુ વાર મુલાકાત લીધી હતી.
2022માં પીએમ મોદીએ મે મહિનામાં જર્મની, ડેનમાર્ક, ફ્રાન્સ, નેપાળ અને જાપાન, જૂનમાં યુએઈ અને જર્મની, સપ્ટેમ્બરમાં જાપાન અને ઉઝબેકિસ્તાન, નવેમ્બરમાં ઇન્ડોનેશિયાની મુલાકાત લીધી હતી. 2023માં તેમણે મે મહિનામાં પાપુઆ ન્યુ ગિની, ઓસ્ટ્રેલિયા, જાપાન, જૂનમાં યુએસએ, ઇજિપ્ત. જુલાઈમાં ફ્રાન્સ, યુએઈ. ઓગસ્ટમાં દક્ષિણ આફ્રિકા, ગ્રીસ. સપ્ટેમ્બરમાં ઇન્ડોનેશિયા, નવેમ્બર-ડિસેમ્બરમાં યુએઈની મુલાકાત લીધી.
2024માં તેમણે ફેબ્રુઆરીમાં યુએઈ, કતાર, માર્ચમાં ભૂટાન, જૂનમાં ઇટાલી, જુલાઈમાં ઓસ્ટ્રિયા, રશિયા, ઓગસ્ટમાં પોલેન્ડ, યુક્રેન, સપ્ટેમ્બરમાં બ્રુનેઈ, યુએસએ, સિંગાપોર, ઓક્ટોબરમાં લાઓ પીડીઆર, રશિયા, નવેમ્બરમાં નાઇજીરીયા, બ્રાઝિલ, ગુયાના, ડિસેમ્બરમાં કુવૈતની મુલાકાત લીધી હતી. પીએમની મુલાકાત દરમિયાન પાંચ વસ્તુઓ પર ખર્ચ થયો હતો. જેમાં રહેવાનો, વેન્યુ ચાર્જ, સિક્યુરિટી વગેરે, પરિવહન, વિવિધ ખર્ચાનો સમાવેશ થાય છે.
2022માં જર્મનીમાં 9,44,41,562 , ઉઝબેકિસ્તાનમાં 1,57,26,709 અને ઇન્ડોનેશિયામાં 4,69,52,964 રૂપિયા ખર્ચ થયા હતા. 2023માં પાપુઆ ન્યુ ગિનીમાં 8,58,04,677, ઓસ્ટ્રેલિયામાં 6,06,92,057, દક્ષિણ આફ્રિકામાં 6,11,37,355 , ઇન્ડોનેશિયામાં 3,62,21,843, ઑસ્ટ્રિયામાં 4,35,35,765 અને નાઇજીરીયામાં 4,46,09,640 રૂપિયા ખર્ચ થયો હતો. પ્રધાનમંત્રીની આ મુલાકાતો પર આશરે 259 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સરકારે ગઈકાલે ગૃહમાં આ આંકડા રજૂ કર્યા હતા.
સરકારે 2014 પહેલાના ત્રણ વર્ષ દરમિયાન પીએમની યાત્રાઓની વિગતો પણ આપી છે. જયારે મનમોહનસિંહ પીએમ હતા એ સમયે પણ નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાત ખ્રાચલ રહી હતી. જેમાં આંકડા દર્શાવે છે કે 2011 માં અમેરિકાની યાત્રા પર 10 કરોડ 74 લાખ 27 હજાર 363 રૂપિયા ખર્ચ થયા હતા. તે જ સમયે, 2013 માં રશિયાની યાત્રાનો ખર્ચ 9 કરોડ 95 લાખ 76 હજાર 890 રૂપિયા હતો. 2011 માં ફ્રાન્સની યાત્રા પર 8 કરોડ 33 લાખ 49 હજાર 463 રૂપિયા અને 2013 માં જર્મનીની યાત્રા પર 6 કરોડ 2 લાખ 23 હજાર 484 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech