સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ શેરબજાર પર અફવાઓની અસરને પહોંચી વળવા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ અંગે એક પરિપત્ર જારી કરતી વખતે સેબીએ કહ્યું કે આ નિયમ ૧ જૂન ૨૦૨૪થી સ્ટોક એકસચેન્જમાં લિસ્ટેડ ટોચની ૧૦૦ કંપનીઓ પર અને ડિસેમ્બર ૨૦૨૪થી ૧૫૦ અન્ય કંપનીઓ પર લાગુ થશે. શેરબજાર સંબંધિત અફવાઓને ચકાસવા માટે સ્ટોક એકસચેન્જો હેઠળના ધોરણો તૈયાર કરવામાં આવ્યા છે. સેબીના લિસ્ટિંગની જવાબદારી અને જાહેરાતના ધોરણો હેઠળ અફવાઓને ચકાસવી પડશે, સ્ટોક એકસચેન્જ સહિત આ ત્રણ બિઝનેસ ચેમ્બરોએ તેમની વેબસાઇટસ પર ધોરણોની નોંધ પ્રકાશિત કરવી પડશે. સેબીએ જણાવ્યું હતું કે તમામ લિસ્ટેડ એન્ટિટીઓએ નિયમનનું પાલન કરવા માટે ઉધોગના ધોરણોનું પાલન કરવું પડશે.
સિકયોરિટી બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ સ્ટોક એકસચેન્જમાં સૂચિબદ્ધ તમામ સંસ્થાઓ, તમામ માન્ય સ્ટોક એકસચેન્જો, દેશના ત્રણ અગ્રણી બિઝનેસ ચેમ્બર, એસોચેમ, એફઆઈસીસીઆઈ અને સીઆઈઆઈ (ભારતીય ઉધોગ સંઘ)ને આ પરિપત્ર જારી કર્યેા છે. આ પરિપત્રમાં, બજાર સંબંધિત અફવાઓની ચકાસણી અંગે ભારતીય ધોરણો જારી કરતી વખતે, સેબીએ જણાવ્યું હતું કે, વ્યવસાય કરવાની સરળતા માટે, ઉધોગ માનક ફોરમ, જેમાં ત્રણેય બિઝનેસ ચેમ્બરનો પણ સમાવેશ થાય છે, તે સેબી સાથે પાઇલટ પર કામ કરશે.
સેબીએ જણાવ્યું હતું કે આ નિયમન કુલ ૨૫૦ કંપનીઓ પર લાગુ થશે, જેમાં અફવાઓની ચકાસણી માટેની માર્ગદર્શિકા ટોચની ૧૦૦ લિસ્ટેડ કંપનીઓ પર ૧ જૂન, ૨૦૨૪થી અને આગામી ૧૫૦ કંપનીઓ પર ૧ ડિસેમ્બર, ૨૦૨૪થી લાગુ થશે. સ્ટોક એકસચેન્જોને આ પરિપત્ર સાથે સંબંધિત સામગ્રી તમામ લિસ્ટેડ કંપનીઓના ધ્યાન પર લાવવા માટે કહેવામાં આવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાળકના હાથ બાંધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યના ગુનેગારને આજીવન કેદ, દંડ
May 03, 2025 02:36 PMરાજકોટની એવી આંગણવાડી.. જ્યાં ભૂલકાંને પાણી પીવાનું રીમાઇન્ડર આપવા વાગે છે વોટર બેલ!
May 03, 2025 02:18 PMપ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ '25ની યાદીમાં ભારત 151મા ક્રમે
May 03, 2025 02:14 PMભોપાલ દુષ્કર્મકાંડના મુખ્ય આરોપીએ પિસ્તોલ છિનવતા પોલીસ દ્વારા એન્કાઉન્ટર, પગમા ગોળી વાગી
May 03, 2025 02:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech