નાના ઝીંઝુડા ગામે મોટા પાયે ધમધમતી દેશી દાની ભઠી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ૩૦૮ લીટર દેશી દારૂ, ૨૭૭૫ લીટર દેશીદા ગાળવાનો વોશ, સાધનો, મોબાઈલ અને સ્વીટ કાર મળી કુલ . ૨,૯૦,૯૫૫નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે. રેઇડ દરમિયાન બુટલેગર અને માણસો નાસી જતા ચાર શખસો સામે ગુનો નોંધ્યો છે.
ગુજરાતમાં દારૂબંધીની કડક અમલવારી વચ્ચે વિદેશી દાની બોટલ ભરેલા ટ્રક બોર્ડરઓ ટપીને ગુજરાતમાં ઠલવાઇ રહ્યા છે જયારે સ્થાનિક પોલીસના નાક નીચે દેશી દાની ભઠીઓ ધમધમી રહી છે, જેનો વધુ એક પુરાવો સાવરકુંડલાના નાના ઝીંઝુડા ગામે એસએમસીની રેઇડ દરમિયાન સામે આવ્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના એસ.પી.નિર્લિ રાયની સૂચનાથી એસએમસીની ટીમ સાવરકુંડલા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ટીમને ચોકકસ બાતમી મળી હતી કે, નાના ઝીંઝુડા ગામેં રહેતો અશોક વીરા કોળી માણસો રાખીને સીમમાં આવેલા દલેશ્વર મહાદેવના મંદિરના પાછળના ભાગે વોંકરામાં દેશી દાની ભઠી ચલાવી કારમાં દાનું વેંચાણ કરે છે. જે બાતમીના આધારે એસએમસીની ટીમે સ્થળ પર પહોંચતા ત્યાં હાજર માણસો નાસી ગયા હતા. પોલીસે સ્થળ પરથી ૩૦૮ લીટર દેશી દા, ૨૭૭૫ લીટર દેશીદા ગાળવાનો વોશ, મોબાઇલ ફોન, જીજે–૨૫–એ–૧૯૧૩ નંબરની માતિ સ્વીટ કાર, તમેજ દા ગાળવાના સાધનો, બેરલ સહીત કુલ , .૨,૯૦,૯૫૫– નો મુધ્ામાલ કબ્જે કરી દા અને આથાનોટસ સ્થળ પર જ નાશ કરી દારૂની ભઠ્ઠી ચલાવનાર અશોક વીરા કોળી, ભઠ્ઠી ઉપરથી નાસી જનાર બેઅજાણ્યા શખ્સો, માતી સ્વીટનો માલીક સહિતના સામે રલ પોલીસમાં ગુનો નોંધાવી કાર્યવાહી કરી હતી
સ્થાનિક પોલીસે બચાવ કરવા ગોરીકડા ગામે દરોડો પાડી દારૂ પકડો?
સ્થાનિક જગ્યાએ મોટા પાયે જાહેરમાં દા–જુગારના હાટડા ચાલતા હોય અને પોલીસને ખબર ન હોઈ એ વાત અબુદ્ધ માણસને પણ ગળે ઉતરે નહીં. હંમેશાની જેમ ઉચ્ચ એજન્સીઓ રેઇડ કરે ત્યારે સ્થાનિક પોલીસ નાના મોટા દરોડા પાડી બે ચાર માણસોને પકડીને પોતાની કામગીરી બતાવી પોતાના બચાવમાં ઉતરી પડે છે. નાના ઝીંઝુડાની સીમમાં દેશી દાની ધમધમતી ભઠી ઉપર એસએમસીની રેઇડ દરમિયાન સાવરકુંડલા રલ પોલીસએ પોતાના બચાવ માટે ગોરીકડા ગામે દેશી દાના અડા ઉપર દરોડો પાડી દા લીટર–૮૦ તથા આથો (વોશ) લીટર–૨૦૦ સહીત કુલ .૨૧,૨૧૦નો મુદામાલ પકડી પાડી પ્રવિણ બાઘા પરમાર નામના શખ્સ સામે ગુનો નોંધી નાક બચાવવા પ્રયાસ કર્યા હતા, ત્યારે આપ્રકરણમાં બીટ જમાદાર કે જવાબદાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ એ જોવું રહ્યું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech