સમર્પણ સર્કલ પાસે મોડી રાત્રીના એસીબીએ છટકુ ગોઠવ્યું : માતબર રકમ સ્વીકારતા રંગે હાથ દબોચી લીધો : ઉધોગ ચોકીમાં ચિટીંગની અરજીમાં હવે અરજી આવશે તો જાણ કરવા અને હેરાન નહી કરવા લાંચ માંગી : પોલીસ બેડામાં ચકચાર
જામનગર ઉધોગનગર પોલીસચોકીના પીએસઆઇ અને રાઇટર વતી કુલ ા. ૧ લાખની લાંચ લેતા જામનગર એસઓજીના પોલીસ કોન્સ્ટેબલને લાંચ શ્વત વિરોધી શાખાની ટુકડીએ એક છટકુ ગોઠવીને રંગે હાથ ઝડપી લેતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે પીએસઆઇ અને તેના રાઇટરની શોધખોળ કરવામાં આવી રહી છે, ફરીયાદી વિરુઘ્ધ અગાઉ ચોકીમાં ચિટીંગની અરજી થઇ હતી અને હવે કોઇ અરજી આવશે તો જાણ કરવા અને હેરાનગતી નહી કરવા માટે વહિવટ કરવાની વાત કરી હતી અને ૫૦-૫૦ હજાર લાંચની માંગણી કરવામાં આવી હતી જે અનુસંધાને એસીબીએ સમર્પણ સર્કલ પાસે મોડી રાત્રીના છટકુ ગોઠવીને એસઓજીના કોન્સ્ટેબલને લાંચ લેતા પકડી પાડયો હતો દરમ્યાન જરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને પીએસઆઇ તથા રાઇટરની શોધખોળ માટે ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
આ અંગેની વિગત અનુસાર આ કામના ફરીયાદી વિરૂધ્ધ જામનગર સીટી-સી ડીવીઝન પો.સ્ટે. હેઠળની ઉધોગનગર પોલીસ ચોકીમાં અગાઉ ચીટીંગ અંગેની અરજી થયેલ હતી.
ભવિષ્યમાં હવે કોઇ અરજી આવશે તો જાણ કરવા અને હેરાન ગતી નહી થાય તે માટે આક્ષેપીત જામનગર એસઓજીના કોન્સ્ટેબલ રવિ ગોવિંદ શર્માએ ફરીયાદીને આક્ષેપીત ઉધોગનગર ચોકીના રાઇટર ધમભાઇ બટુક મોરી તથા ઉધોગનગર ચોકીના પીએસઆઇ આર.ડી. ગોહીલને બ મળી કાંઇક વહીવટ કરી દેવાનુ જણાવતા ફરીયાદી આ કામના ધમભાઇને મળતા તેણે ફરીયાદી પાસે ૫૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી અને રવિને આપી દેવા જણાવ્યુ હતું.
તેમજ ફરીયાદીને પોલીસ ચોકીએ બ બોલાવી પીએસઆઇની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી પીએસઆઇ ગોહિલ વતી ફરીયાદી પાસે ૫૦,૦૦૦ની લાંચની માંગણી કરેલ તેને આક્ષેપીત નં.(૨) નાએ સહમતી આપેલ હોય, પરંતુ આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એસીબીનો સંપર્ક કર્યો હતો.
દરમ્યાન ફરીયાદીની ફરીયાદ આધારે ગત રાત્રીના જામનગર ખાતે સમર્પણ સર્કલ, જકાતનાકા રોડ ઉપર આવેલ, પંચાયત કાફે રેસ્ટોરન્ટની બાજુમાં એસીબીની ટુકડીએ છટકુ ગોઠવ્યુ હતું. જે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના એસઓજીના કોન્સ્ટેબલ રવિ શર્મા ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રાઇટર ધમભાઇ તથા પીએસઆઇ ગોહીલ વતી લાંચની રકમ ૧,૦૦,૦૦૦ ફરીયાદી પાસે માંગી, સ્વીકારતા પકડાઇ ગયો હતો.
ગુન્હાહીત ગેરવર્તણુક કરી ઉપરોકત ત્રણેય આક્ષેપીતોએ એકબીજાને મદદગારી કરી પોતાના રાજયસેવક તરીકેના હોદાનો દુરપયોગ કરી બનાવ સ્થળેથી રવિને ઝડપાઈ ગયેલ. અને ઉધોગ ચોકીના રાઇટર ધમભાઇ મોરી તથા પીએસઆઇ આર.ડી. ગોહીલ મળી આવેલ નથી. જેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહી રાજકોટ એસીબી એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક જે.એમ. આલના સુપરવિઝન હેઠળ ટ્રેપીંગ અધિકારી આર.એન.વિરાણી, ફીલ્ડ પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. રાજકોટ એકમ તથા જામનગર એ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
પીએસઆઇ અને રાઇટર વતી એસઓજીનો કોન્સ્ટેબલ એક લાખની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ સપડાતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી હતી દરમ્યાન પકડાયેલ કોન્સ્ટેબલને એસીબી કચેરી ખાતે લઇ જવામાં આવ્યો હતો અને મોડી રાત સુધી તપાસ સહિતની કાર્યવાહી ચાલી હતી દરમ્યાન બંને ફરાર પોલીસકર્મીઓને પકડી પાડવા ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ખંભાળીયા ગેઇટ ચોકીના એએસઆઇ અને પોલીસ કોન્સ. લાંચના છટકામાં પકડાયા હતા, દરમ્યાન વધુ એક પોલીસકર્મી ઝપટમાં આવતા ભારે ચકચાર ફેલાઇ ગઇ છે. બીજી બાજુ એસીબીની ટુકડી દ્વારા લાંચમાં સપડાયેલા પોલીસકર્મીઓની મકાન જડતીની કાર્યવાહી કરવા સહિતની તજવીજ હાથ ધરવામાં આવી હતી.