જીએસટી લાગુ થયાના ૮ વર્ષ પુર્ણ થયા બાદ આખરે ટિ્રબ્યુનલ માટેના નીતિ–નિયમો તથા કાર્યપધ્ધતિની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના ત્રણ મોટા શહેરો સુરત, અમદાવાદ અને રાજકોટમાં સહિત દેશભરમાં વેપારીઓના સ્થાનિક વિવાદિત કેસો માટે ટિ્રબ્યુનલની ઓફિસ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ટિ્રબ્યુનલમાં પણ હાઈકોર્ટની જેમ અપીલ ફાઈલ કરીને કેસોનો ઝડપથી નિકાલ થાય તે માટે માર્ગદર્શિકા જાહેર કરાતા હાઈકોર્ટના પેન્ડિંગ કેસોમાં ઘટાડો થશે તથા વેપારીઓને રાહત થશે તેવી આશા ટેકસ તજજ્ઞો રાખી રહ્યા છે. પરંતુ ઓનલાઈન ફાઈલિંગ ફરજિયાત ન હોવું જોઈએ.
રાજકોટ જીએસટી બાર એસોસિએશનના પ્રમુખ અપૂર્વ મહેતાના જણાવ્યા પ્રમાણે જીએસટી અપિલેટ ટિ્રબ્યુનલની નવી માર્ગદર્શિકા પ્રમાણે અગત્યના કેસોની સુનાવણી માટેના કેસોને પ્રાથમિકતા આપવામાં આવશે જેની વહેલી સુનાવણી કરી શકાશે. આ ઉપરાંત ખાસ દસ્તાવેજની જરૂરિયાત ઉભી થતાં કરદાતા ફી ભરીને માગણી કરી શકશે. આ ઉપરાંત અપિલેટ ટિ્રબ્યુનલમાં કેસોની સુનાવણી સવારે ૧૦.૩૦ થી ૧.૩૦ અને ૨.૩૦થી ૪.૩૦ દરમિયાન કરવાની રહેશે. જેમાં નોટિસ તથા સમન્સ ઓનલાઈન પાઠવવાના રહેશે. તેમજ અપિલેટમાં કોઈપણ કરદાતા પોતાની અપીલના ઈન્ડેકસ સાથે ઓનલાઈન ફાઈલ કરી શકશે. જેમાં આધારભૂત તથ્યો તથા પુરાવા માટે સોગંદનામા પણ ફરજિયાત ઓનલાઈન ભરવાના રહેશે. આ તમામ બાબતોને કારણે કેસનું ઓનલાઈન ટ્રેડિંગ શકય બનશે જેના કારણે કેસોનો ઝડપી નિકાલ થતાં હાઈકોર્ટનું ભારણ ઘટશે તેવી સંભાવના રહેલી છે પરંતુ અપીલ ફિઝિકલ ફાઈલિંગ દાખલ કરવાની પણ છૂટ મળવી જરૂરી છે.
આ ઉપરાંત જીએસટીનો કાયદો ૨૦૧૭માં અમલમાં આવ્યા બાદ અનેક કેસો હાઈકોર્ટમાં પેન્ડિંગ રહ્યા છે. હાઈકોર્ટમાં કેસો પેન્ડિંગ રહેતા વેપારીઓને અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમજ રાયભરમાં વેપારીઓના કરોડોના નાણા અટવાઈ પડતા ધંધા પર માઠી અસર પડી રહી છે ત્યારે નવી માર્ગદર્શિકા જાહેર થતાં જ જીએસટી બાર એસોસિએશન સાથે સંકળાયેલા વકીલો તથા કરવેરા સલાહકારોને પણ મોટી રાહત થશે. ટેકસ તજજ્ઞો જતીન ભટ્ટે આ માર્ગદર્શિકાના કારણે વેપારીઓના કેસોનો નિકાલ ઝડપી થશે તેવી આશા દર્શાવાઈ છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે, નવી માર્ગદર્શિકા સારી છે. અગત્યના કેસોને પ્રાધાન્ય આપતા કેસોનો નિકાલ ઝડપથી થાય પરંતુ ઓનલાઈન અને ઓફલાઈન બન્ને પ્રકારે અપીલ ફાઈલિંગ ચાલુ રહે તે હિતાવહ છે. તથા એસજીએસટીમાં મહદઅંશે ચેકપોસ્ટ સિવાય નંબર રોસ્ટરની જ અપીલ ચાલે છે તે સિવાય કોઈ ચાલતી નથી. વેટની અપીલનો ભરાવો પણ એટલો જ છે. તેમાંથી વેપારીઓને કયારે છુટકારો મળશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech