જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા ખૂબ પાતળી છે, અને જ્યારે પરિવારના વડીલનો છાયડો અચાનક ઊઠી જાય છે ત્યારે ઘરમાં એક ક્યારેય ન પુરાય તેવી ખાલીપો સર્જાઈ જાય છે. રાજકોટના જૈન સમાજના જાણીતા 'જૈન વિઝન'ના મિલનભાઈ કોઠારીના પૂજનીય પિતાશ્રી પ્રમોદભાઈ કોઠારીનું અવસાન થતાં કોઠારી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
રાજકોટમાં રહેતા અને મૂળ નવાગામના વતની એવા જૈન સમાજના અગ્રણી શ્રી પ્રમોદભાઈ રામજીભાઈ કોઠારીનું ૮૩ વર્ષની ઉંમરે આજે રાત્રે દુઃખદ અવસાન થયું છે. તેઓ 'જૈન વિઝન'ના શ્રી મિલનભાઈ કોઠારીના પૂજનીય પિતાશ્રી હતા. તેમના નિધનથી કોઠારી પરિવાર સહિત નવાગામ અને રાજકોટના જૈન સમાજમાં ઊંડા શોકની લાગણી ફરી વળી છે.
આજે રાત્રે નીકળશે અંતિમયાત્રા
દિવંગત પ્રમોદભાઈ કોઠારીની અંતિમયાત્રા અંગેની માહિતી નીચે મુજબ છે:
સમય: આજે રાત્રે ૧૦:૩૦ કલાકે
સ્થળ (નિવાસસ્થાન): રવિકિરણ એપાર્ટમેન્ટ, કેવડાવાડી મેઈન રોડ, રાજકોટ.
પરિવારજનો અને સ્નેહીજનો આ દુઃખદ સમયે દિવંગત આત્માના મોક્ષાર્થે પ્રભુ પ્રાર્થના કરી રહ્યા છે.