કાયદેસરની કાર્યવાહી કરતી સલાયા મરીન પોલીસ
મહે. પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ વિભાગ, રાજકોટ તથા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય , દેવભૂમિ દ્વારકાનાઓએ દેવભૂમિ દ્વારકા જીલ્લાના દરિયાઈ વિસ્તારમાં અનઅધિકૃત લેન્ડીંગ પોઇન્ટ પર ગેરકાયદેસર બોટો લાંગરી માછીમારી કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જેથી ડો.હાર્દિક પ્રજાપતિ , નાયબ પોલીસ અધિક્ષક, જામખંભાળીયા વિભાગ, જામખંભાળીયાનાઓના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન અનઅધિકૃત લેન્ડીંગ પોઇન્ટ સલાયા શફીઢોરા ખાતે જમીન પર બોટ લાંગરવાની તેમજ જમની પર ઉતરવા માટેની કોઇ જેટી કે બારૂની સુવિધા ન હોય તેમ છતાં કુલ છ ઇસમોએ ફીશીંગ બોટ નામે "અલ અક્સા, રજી નંબર IND - GJ - 37 - MM - 1524"ની સલાયા શફીઢોરા ખાતે લાંગરેલ હોય જે બોટમાં તપાસ કરતાં રાજ્ય સરકાર દ્વારા ફીશીંગ દરમ્યાન સેફટીના સાધનો નકિક કરેલ તે નિયમોનુસારના સાધનો બોટમાં મળી આવેલ ન હોય અને ગુજરાત ફીશરીઝ એક્ટ મુજબ માછીમારી માટે ફાળવેલ બારા/જેટી સિવાય અન્ય જગ્યાએ બોટ લેન્ડીંગ કરવું પ્રતિબંધ હોય અને અનઅધિકૃત લેન્ડીંગ પોઇન્ટ પર બોટ લાંગરવાની તથા જમીન ઉપર ઉતરવા માટેની કોઇ સુવિધા ન હોય તેમજ આવા લેન્ડીંગ પોઇન્ટ પર લેન્ડીંગ કરવાથી બોટ અકસ્માત થવાની સંભાવના હોય તેમજ માણસોના જીવનો જોખમ રહેલ હોવાનું જાણવા છતા બોટમાં રહેલ તમામ માણસોએ બેદરકારી પુર્વક સદરહું બોટ અનઅધિકૃત સલાયા શફીઢોરા લેન્ડીંગ પોઇન્ટ ખાતે જમીન પર લાંગરી જીવના જોખમે જમીન પર ઉતરાણ કરી મળી આવતા તેઓના વિરૂદ્ધ સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ સદરહું પકડાયેલ ઇસમોની પૂછપરછ કરતા તેઓ બે દિવસ પહેલા પ્રતિબંધિત ખારા મીઠા ચુષ્ણા ટાપુ ગયેલ હોવાની હકિકત જણાવેલ હોય જે બાબતેની ટાપુ પર રોકાણ કરવા અંગેના હેતુ બાબતની તપાસ ચાલી રહેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech