એક દાયકાથી વધુ સમય સુધી ચાલેલા સંઘર્ષ પછી, થાઇલેન્ડમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપતો કાયદો અમલમાં આવ્યો છે. ગુરુવારે રાજધાની બેંગકોકમાં સેંકડો યુગલોએ સમૂહ લગ્ન સમારોહમાં ભાગ લીધો હતો. લગ્ન પછી, આ યુગલોને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા. આ કાયદાના અમલીકરણ સાથે, આ યુગલોને નાણાકીય અને તબીબી અધિકારો પણ મળ્યા છે.
ગયા વર્ષે થાઇલેન્ડમાં સમલૈંગિક લગ્નને કાયદેસર ઠેરવ્યા બાદ, હવે તે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું છે. થાઇલેન્ડ આવું કરનાર દક્ષિણ-પૂર્વ એશિયાનો પ્રથમ દેશ બન્યો. ગુરુવારે થાઇલેન્ડમાં સમલૈંગિક સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં સમલૈંગિક યુગલોએ ભાગ લીધો હતો.
લગ્નને કાયદેસર માન્યતા મળ્યા બાદ સમલૈંગિક યુગલોમાં ખુશીની લહેર છે. તેઓ સરકારના આ પગલાને સ્વપ્ન સાકાર થવા જેવું ગણાવી રહ્યા છે. ગુરુવારે થાઇલેન્ડભરના લોકોએ આ ખુશીની ઉજવણી કરી. સમલૈંગિક લગ્ન કાયદાની માંગ કરી રહેલા કાર્યકરોએ તેને એક મોટી જીત ગણાવી.
કાયદામાં ઘણા અધિકારો આપવામાં આવ્યા
થાઇલેન્ડમાં LGBTQ+ સમુદાય એક દાયકા કરતાં વધુ સમયથી સમલૈંગિક લગ્નની માંગ કરી રહ્યો છે. થાઈ સંસદ દ્વારા પસાર કરાયેલા બિલને ગયા વર્ષે રાજા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ કાયદાને કારણે, સમલૈંગિક યુગલોને નાણાકીય, કાનૂની અને તબીબી અધિકારો મળ્યા છે. તે બાળકને દત્તક પણ લઈ શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ '25ની યાદીમાં ભારત 151મા ક્રમે
May 03, 2025 02:14 PMભોપાલ દુષ્કર્મકાંડના મુખ્ય આરોપીએ પિસ્તોલ છિનવતા પોલીસ દ્વારા એન્કાઉન્ટર, પગમા ગોળી વાગી
May 03, 2025 02:09 PMહવે ચેટજીપીટીથી ખરીદી પણ કરી શકાશેઃ ઓપનએઆઈની જાહેરાત
May 03, 2025 02:07 PMચીનનું અર્થતંત્ર સંકટમાં: ફેક્ટરીઓમાં સન્નાટો, બેરોજગારી વધી
May 03, 2025 02:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech