BREAKING NEWS

મીઠામાં આયોડિન છે કે નહીં..? બ્રાન્ડેડ નમકના સેમ્પલ લેવાયા, રાજ્ય સરકારના આદેશથી સ્ટેટ વાઇડ ડ્રાઇવ

  • November 28, 2025 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય અને ફૂડ વિભાગના આદેશથી સમગ્ર રાજ્યમાં મીઠાનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમાં ખરેખર યોગ્ય માત્રામાં આયોડિન છે કે નહીં? તેની ચકાસણી માટે સેમ્પલ લેબોરેટરી પરિક્ષણમાં મોકલવામાં આવી રહ્યા છે, દરમિયાન


વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ સેફ્ટી ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચની ટીમ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ સ્પેશયલ ડ્રાઇવ હાથ ધરીને નમકના કુલ નવ સેમ્પલ લઇને પૃથ્થકરણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે જેમાં(૧) તાઝા રિફાઇન્ડ આયોડાઈઝડ સોલ્ટ (૨) તરૂ રિફાઇન્ડ આયોડાઇઝડ સોલ્ટ અને (૩) અંકુર રિફાઇન્ડ આયોડાઇઝ્ડ સોલ્ટ સહિતના ત્રણ સેમ્પલ સ્થળ- સંદીપ સોલ્ટ ટ્રેડર્સ, પરાબજાર, રાજકોટ ખાતેથી (૪) ટાટા આયોડાઇઝડ સોલ્ટ (૫) નિરમા શુધ્ધ સોલ્ટ (૬) દાંડી રિફાઇન્ડ ફ્રી ફલો આયોડાઇઝડનું સેમ્પલ સ્થળ-ખોડિયાર પ્રોવિઝન સ્ટોર રામાપીર મંદિર પાસે, સંત કબીર રોડ, રાજકોટ ખાતેથી (૭) રિયલ રિચ આયોડાઈઝ્ડ સોલ્ટનું સેમ્પલ સ્થળ- ગોકુલ જનરલ સ્ટોર ગોકુલનગર, સંત કબીર રોડ, રાજકોટ ખાતેથી (૮) ટાટા સોલ્ટ લાઇટનું સેમ્પલ સ્થળ- ભોલા જનરલ સ્ટોર, જાગનાથ પ્લોટ, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી તેમજ (૯) સફોલા સોલ્ટ પ્લસનું સેમ્પલ સ્થળ- ભોલા જનરલ સ્ટોર, જાગનાથ પ્લોટ, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી સહિતના સેમ્પલનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News