રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા ન્યૂ યર પાર્ટી પૂર્વે થર્ટી ફર્સ્ટ નાઇટના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ ચેકીંગ અને સેમ્પલિંગ ડ્રાઇવ હાથ ધરીને કેક, પેસ્ટ્રી અને કુકીઝના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે (૧) ગુલાબ જામ કુકીઝ લુઝનું સેમ્પલ તેમજ (૨) સ્પે. ચોકલેટ કેક લુઝનું સેમ્પલ સ્થળ- રામેશ્વર બેકર્સ એન્ડ કેક શોપ, ૧૦- લક્ષ્મીવાડી ખાતેથી તેમજ (૩) કાજુ નાન કુકીઝ લુઝનું સેમ્પલ તેમજ (૪) ચોકલેટ વેનીલા કેક લુઝનું સેમ્પલ સ્થળ- ભારત બેકરી પ્રા.લી., ઠક્કર બાપા છાત્રાલય રોડ, ભીલવાસ ચોક, રાજકોટ ખાતેથી લઇ પરીક્ષણ અર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
વિશેષમાં તેમણે ઉમેર્યું હતું કે, મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા ફૂડ સેફ્ટી વાન સાથે શહેરના સાધુવાસવાણી રોડ તથા હનુમાન મઢી ચોકથી રૈયા ચોકડી વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૪૦ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં છ ધંધાર્થિઓને ફૂડ લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાધ્ય ચીજોના કુલ ૩૫ નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં (૧) ક્રિષ્ના કોલ્ડ્રિંક્સ (૨)શિવ મદ્રાસ કાફે (૩) રેડ એપલ રેસ્ટોરન્ટ (૪)શ્યામ શીંગ એન્ડ નમકીન (૫) મહાદેવ એજન્સી અને (૬)જલારામ ખમણ સહિત છને ફૂડ લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ અપાઇ હતી. જ્યારે (૭) જુલેલાલ કોલ્ડ્રિંક્સ (૮) વેદ મેડિકલ સ્ટોર (૯) ધારેશ્વર ડેરી ફાર્મ (૧૦) મહાલક્ષ્મી ડેરી ફાર્મ (૧૧) હલ્દીરામ સ્વીટ્સ એન્ડ નમકીન (૧૨) જય બાલાજી ફરસાણ માર્ટ (૧૩)અનંત ડેરી ફાર્મ (૧૪) ગોલ્ડન સુપર માર્કેટ (૧૫)બાલાજી ફરસાણ (૧૬)એસ. આર. માર્ટ (૧૭)શ્રીનાથજી ફરસાણ (૧૮)ગણેશ અમૂલ પાર્લર (૧૯)ગણેશ કેળાં વેફર્સ (૨૦)શ્રીનાથજી ખમણ (૨૧)ગુરુનાનક ચાઇનીઝ પંજાબી (૨૨)શ્રીરામ વિજય ડ્રાયફ્રુટ (૨૩)આશાપુરા કોલ્ડ્રિંક્સ (૨૪)સેલવાસ સાઉથ ઢોસા (૨૫)મુરલીધર ફરસાણ (૨૬)પારસ ફરસાણ (૨૭)પારસ સ્વીટ એન્ડ નમકીન (૨૮)હરભોલે ડેરી ફાર્મ (૨૯) સમ્રાટ ખીરું (૩૦)કુમાર ખમણ (૩૧) ભગવતી પ્રોવિઝન (૩૨) જલિયાણ સ્ટોર (૩૩)એન.બી.બ્રધર્સ (૩૪)અરિહંત સ્ટોર (૩૫)શ્રી સદગુરુ નમકીન (૩૬) કૌશર બેકરી (૩૭)જલારામ ફરસાણ (૩૮)જય સિયારામ શોપિંગ સેન્ટર (૩૯)સ્વસ્તિક ચીકી (૪૦)સહજાનંદ શિખંડની ચકાસણી કરવામાં આવી હતી.