BREAKING NEWS

હુથીઓએ પહેલીવાર મક્કામાં ડ્રોન ઘુસાડતા સાઉદી ફફડ્યું : હુમલાના સમયે લોકોને ઘર ન છોડવા આદેશ

  • September 16, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાઉદી અરેબિયા અને યમનના હત્પથી બળવાખોરો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક નવો વળાંક આવ્યો છે. હત્પથી બળવાખોરોએ મુસ્લિમોના સૌથી પવિત્ર શહેર મક્કા નજીક હત્પમલા શ કર્યા છે. તેમણે ડ્રોનથી તેને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યેા છે. આ પહેલી વાર છે યારે કોઈ ડ્રોન મક્કાની આટલી નજીક આવ્યું હોય. જોકે, સાઉદી વહીવટીતંત્રે દાવો કર્યેા છે કે ડ્રોનને તાત્કાલિક તોડી પાડવામાં આવ્યું હતું. કોઈ જાનહાનિના અહેવાલ નથી. ડ્રોન હત્પમલાના પ્રયાસ બાદ, સ્થાનિક વહીવટીતંત્રે ચેતવણી જારી કરી હતી. લોકોને હત્પમલાની સ્થિતિમાં ઘર ન છોડવા આદેશ આપવામાં આવ્યો છે.
આ દરમિયાન, સાઉદીના સાત શહેરોમાં સુરક્ષા ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં મક્કા, જેદ્દાહ, યાન્બુ, અભા, જાઝાન, અલ–ઉલા અને તૈફનો સમાવેશ થાય છે. આ ચેતવણીઓનો અર્થ એ નથી કે આ બધા શહેરો પર હત્પમલો થયો છે. સાઉદી અધિકારીઓએ લોકોને આ ક્ષેત્રમાં સંભવિત જોખમો અંગે સતર્ક રહેવા વિનંતી કરી છે.
ડ્રોન હત્પમલાના પ્રયાસ બાદ સાઉદી નાગરિક સંરક્ષણે એક નિવેદન જારી કયુ હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, ખતરાને કારણે મક્કા શહેરમાં ચેતવણી જારી કરવામાં આવી છે. દરેકને બધી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે કે શાંત રહો અને સૂચનાઓનું પાલન કરો. હત્પમલાની સ્થિતિમાં નજીકના સલામત સ્થળે ખસી જાઓ, યાં ખતરો ન હટે ત્યાં સુધી તમારા ઘરો અથવા ઇમારતો છોડશો નહીં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application