પરમપાર્ક સામે બનેલો બનાવ : ફીગો કારના ચાલક સામે ફરીયાદ
જામનગર નજીક દરેડ વિસ્તારમાં પુરઝડપે આવી રહેલી ફીગો કારના ચાલકે જયુપીટર બાઈકને ઠોકરે ચડાવતાં બાઈકના ચાલક જામનગરના આધેડનું ગંભીર ઈજા થવાના કારણે કરુણ મૃત્યુ નિપજ્યું છે.
જામનગર નજીક દરેડ વિસ્તારમાં પરમ પાર્કની સામેના ભાગમાંથી પસાર થઈ રહેલા જીજે૧૦- ડીએચ-૯૫૨૫ નંબરના જયુપીટર મોટરસાયકલ ચાલકને પાછળથી પુરઝડપે આવી રહેલી ફોર્ડ ફીગો કાર નં. જીજે૧૦બીજી-૭૮૭૭ના ચાલકે ઠોકરે ચડાવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બાઈકના ચાલક જામનગરમાં માધવબાગ વિસ્તારમાં રહેતા મનોજભાઈ દલસાણીયા (ઉંમર વર્ષ ૫૨)નું માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે જામનગરમાં માધવબાગ વિસ્તારમાં રહેતા માનવભાઈ મનોજભાઈ દલસાણીયાએ પોલીસને જાણ કરતા, પંચકોશી-બી. ડિવિઝન ના પી.એસ.આઇ. એમ.વી. મોઢવાડિયા ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે કારના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech