BREAKING NEWS

કાળઝાળ ઉનાળોઃ દેશભરમાં ગરમીનો પ્રકોપ, 31 મે બાદ જ મળશે થોડી રાહત

  • May 25, 2026 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ગઈકાલે રવિવારે રાજ્યના સાત મુખ્ય શહેરોમાં તાપમાનનો પારો ૪૧ ડિગ્રીને વટાવી ગયો હતો, જેમાં ૪૨.૨ ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. બીજી તરફ, આજથી સૂર્યનારાયણના પ્રકોપ સમાન ‘નવતપા’ની શરૂઆત થઈ ચૂકી છે, જે આગામી ૯ દિવસ સુધી અસહ્ય હીટવેવ અને ગરમી લાવશે તેવી આશંકા છે.


ગરમીની અગ્નિપરીક્ષા
ભારતીય પરંપરા અને હવામાનના મિજાજ મુજબ આજથી શરૂ થતા ૯ દિવસો વર્ષના સૌથી ગરમ દિવસો માનવામાં આવે છે. આ દિવસો દરમિયાન તાપમાન ૪૫°C ને પાર પહોંચી શકે છે. હાલ પાડોશી રાજ્યોની સ્થિતિ વધુ ગંભીર છે:


મહારાષ્ટ્રનું બ્રહ્મપુરી:
૪૭.૨°C સાથે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું.


એમપી-યુપી (MP-UP):
મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ૮ શહેરોમાં પારો ૪૫°C ની ઉપર પહોંચી ગયો છે.


આગામી દિવસોની આગાહી: ક્યારે મળશે રાહત?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૩૧ મે સુધી ગુજરાતમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક (કોરૂં) રહેશે. જેમાં ૨૫ થી ૨૮ મે દરમિયાન ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ ખાસ મોટો ઘટાડો જોવા નહીં મળે અને ગરમીનો પારો ઊંચો જ રહેશે. જ્યારે ૨૯ મે થી રાહત મળી શકે છે. ૨૮ મે પછી તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે, જેથી જૂનની શરૂઆતમાં લોકોને થોડી રાહત મળી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ૨૫ થી ૩૫ નોટ્સની ઝડપે ભેજવાળા પવનો ફૂંકાશે, જેના કારણે બફારો અને અકળામણ ખૂબ વધારે રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News