BREAKING NEWS

કાઠિયાવાડ બાલાશ્રમમાંથી બાળક સાથે ગુમ થયેલી સગીરાની શોધ, પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો

  • September 16, 2026 03:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના કાઠિયાવાડ બાલાશ્રમમાંથી 17 વર્ષની સગીરા તેના ૧૧ માસના બાળક સાથે લાપતા થઈ જતા આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે અપહરણનો ગુનો નોંધી સગીરાના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, કાઠીયાવાડ નિરાશ્રીત બાલાશ્રમમાં કાઉન્સિલર તરીકે નોકરી કરનાર ચાર્મીબેન વ્યાસે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક માસ પૂર્વે ધોરાજી પોલીસ સ્ટેશનમાં પોકસોનો ગુનો નોંધાયો હતો. જે બાદ 17 વર્ષની સગીરા માતાપિતા સાથે રહેવા માંગતી ન હોય તેને રાજકોટના કાઠિવાડ બાલાશ્રમમાં બાળક સાથે આશરો આપવામાં આવ્યો હતો.


દરમિયાન સગીરાને પેટમાં દુ:ખાવો ઉપાડતા કેરટેકર પદ્મકુવરબા હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. કેરટેકર કેસ બારીમાં કેસ કઢાવવાની કાર્યવાહી કરતા હતા ત્યારે સગીરાએ તમે કેસ કઢાવો મને પેટમાં દુ:ખાવો થાય છે હું સાઈડમાં બેસું છું કહ્યું હતું. બાદમાં કેસ કાઢીને કેરટેકરે જોતા સગીરા તેના 11 માસના બાળક સાથે લાપતા બન્યાનુ માલુમ પડ્યું હતું. જેથી આસપાસની બજાર તથા એસટી બસ સ્ટેન્ડમાં પણ શોધખોળ કરી હતી. પરંતુ સગીરાનો કોઈ પતો ન લાગતા અંતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે અપહરણનો ગુનો નોંધી પીએસઆઇ વી.કે. ઝાલા તથા ટીમે સગીરાના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application