BREAKING NEWS

જામજોધપુરમાં દબાણ હટાવ સામે ઉપવાસ આંદોલનનો બીજો દિવસ

  • February 20, 2026 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામજોધપુર નગરપાલિકા તંત્રની દબાણ હટાવમાં દોગલી નીતિ સામે ઉપવાસ આંદોલનનો આજે બીજો દિવસ છે. બીન અધિકૃત રીતે ભાજપના નેતાની બિલ્ડીંગો છાપરાના દબાણો હટાવવા ચીફ ઓફીસરને કોની લાજ શરમ નડે છે નગરપાલિકાના મહિલા પ્રમુખ ધારાસભ્ય નું આમુદે મૌન કેમ? ચર્ચાતો સવાલ છે. જામજોધપુર નગરપાલિકા દ્રારા મીની બસસ્ટેન્ડ વિસ્તારમાં માત્ર ગરીબ માણસોની જ રેકડી લારીઓ હટાવી ચીફ ઓફીસરે દોગલી નીતિ અખત્યાર કરી છે ત્યારે યાં દબાણ હટાવાયું છે તેમની જ સામેની સાઈડમાં ૧૦૦ થી ૨૦૦ ફુટના છાપરા બહાર કાઢેલ છે. ઉપરાંત સહકારી મંડળી બાજુ પણ દુકાનો માં છાપરા બહાર કાઢી રેકડીઓ રખાઈ છે, જે રેકડી ઓ રોડ ઉપર રખાઈ છે તેમનું કોઈ દ્રારા ભાડુ પણ વસુલાય છે તેવી પણ ચર્ચા છે તેમજ શહેરમાં અનેક જગ્યાએ દબાણો ખડકાયેલ છે તો કેમ દબાણ દૂર થતા નથી. શહેરમાં ભાજપના જ નેતાના અનેક જગ્યાએ શોપીંગ સેન્ટરો બીલ્ડીંગો એપાર્ટમેન્ટ ઉભા થયેલ છે. તે શું નિયમ મુજબ ઉભા કરવામાં આવ્યા છે પોતાની જાતને બાહોશ સમજતા ચીફ ઓફીસર આ લોકોના દબાણ દુર કરવાના બદલે કેમ ઘુંટણીએ છે તે ચર્ચાનો વિષય છે. યારથી દબાણ હટાવની આ દોગલી નીતિ અપનાય છે ત્યારથી નગરપાલિકાના મહિલા પ્રમુખ કેમ મૌન છે. શહેરમાં ઉભા કરાયેલ કોમર્શીયલ બીલ્ડીંગો શોપિંગ સેન્ટરોના બાંધકામના નકશા જે મંજુર કરવામાં આવેલ છે તે મુજબ અધિકૃત બાંધકામ છે કે કેમ ? તે તપાસનો વિષય છે. ત્યારે ચર્ચાતી વિગત મુજબગરીબ લારી–ગલ્લ ાવાળાઓ સામે ભાજપના એક નેતાને દુખ્યુ માથું અને કુટુ પેટ જેવો ઘાટ સર્જાયો છે ત્યારે આ જે લારી ગલ્લ ાઓનું દબાણ હટાવાયુ છે તે ધધાર્થીઓ નાના સામાન્યસમાજમાંથી હોઈ રેકડીઓ હટાવતા આ બધાની રોજીરોટીને નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડો છે જેમને લઈ જામજોધપુરના જાગૃત નાગરિકો દબાણ તેમજ દબાણ હતાપના ભોગગ્રસ્તો ઉપવાસ ઉપર બેઠા છે ઉપવાસનો આજે બીજો. દીવસ છે ત્યારે શહેરમાં છેલ્લા એક મહિનાથી નગર પાલિકાની દબાણ હટાવને વહાલા–દવલાની નીતિની ચર્ચા થઈ રહી છે ત્યારે નગરપાલિકા મહિલા પ્રમુખ કંચનબેન ગોસ્વામી, ધારાસભ્ય હેમતભાઈ ખવાનું કોઈ નિવેદન કેમ સામે નથી આવતું, અવાર નવાર ખેડૂતો તેમજ રોડ રસ્તે રેલીઓ કાઢતા ધારાસભ્ય ગરીબ રેકડી ધારકોના મુદે કેમ મૌન છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application