BREAKING NEWS

શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 1000 પોઈન્ટ ડાઉન, ક્રૂડ ઓઈલ 120 ડોલરને પાર, જાણો બજાર ક્રેશ થવાના કારણો

  • April 30, 2026 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ધોવાણ જોવા મળ્યું હતું. મળેલી વિગતો અને લેટેસ્ટ ડેટા મુજબ સેન્સેક્સ 927.83 પોઈન્ટ (1.20%) ગબડીને 76,502.53 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બજાર 77,014.21 ના સ્તરે ખુલ્યા બાદ સતત નીચે ગયું હતું. જ્યારે નિફ્ટી 50 માં પણ ૩૦૦ પોઈન્ટ (1.19%) નો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી આ લખાય છે ત્યારે 23,8૬૪.95 ના સ્તર પર આવી ગઈ છે. ક્રુડ ઓઈલના ભાવ પણ ૧૨૦ ડોલરની સ્પર્શી ગયા છે.


બજારમાં કડાકો બોલાવવાના મુખ્ય કારણો

અમેરિકા-ઈરાન વચ્ચે વધતો તણાવ: ભૂ-રાજકીય મોરચે પરિસ્થિતિ વણસી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તામાં પડેલા ગતિરોધને કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધી ઉર્જા સંકટને વધુ ઘેરું બનાવી રહી છે.


ક્રૂડ ઓઈલમાં ભડકો

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 120 ડોલર પ્રતિ બેરલ ને પાર કરી ગયું છે, જે ભારત જેવા આયાત નિર્ભર દેશ માટે મોંઘવારી વધવાના સંકેત છે.


યુએસ ફેડરલ રિઝર્વનું વલણ

અમેરિકન ફેડ રિઝર્વે વ્યાજ દરો સ્થિર રાખ્યા છે પરંતુ મોંઘવારીને લઈને તેમનું વલણ અત્યંત કડક ('હૉકિશ') રહ્યું છે. ઊંચા વ્યાજ દરો લાંબા સમય સુધી જળવાઈ રહેવાની શક્યતાએ રોકાણકારોનો મૂડ બગાડ્યો છે.


એશિયાઈ બજારોની નબળાઈ

જાપાનના નિક્કેઈ અને કોસ્પી જેવા એશિયાઈ બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી, જેની સીધી અસર ભારતીય બજાર પર પડી છે.


રાજકોટઃ કે.ડી. રઘુવંશી સાથે થયેલા અકસ્માતના સીસીટીવી, રિક્ષાએ જોરદાર ટક્કર મારતા બાઈક સાથે દૂર ફંગાળાઈ રોડ પર પટકાયા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application