BREAKING NEWS

શેફાલી વર્માએ બાંગ્લાદેશી બોલર્સને હંફાવ્યા... 9 છગ્ગા ફટકારી બનાવી તોફાની સદી, જાણો કેટલા બોલમાં સેન્ચુરી મારી

  • September 20, 2026 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતની સ્ટાર બેટ્સમેન શેફાલી વર્માએ એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલમાં બાંગ્લાદેશ સામે શાનદાર સદી ફટકારીને હલચલ મચાવી દીધી હતી. આક્રમક બેટિંગ કરતા, શેફાલીએ બાંગ્લાદેશી બોલરોને આડે હાથ લીધા અને ટીમ ઇન્ડિયાને મજબૂત સ્થિતિમાં લાવી દીધી.

શેફાલી વર્માએ 49 બોલમાં 204.08 ના સ્ટ્રાઇક રેટથી અણનમ 100 રન બનાવ્યા હતા. તેણીએ તેની આખી ઇનિંગમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. આ શાનદાર ઇનિંગમાં તેણીએ ત્રણ ચોગ્ગા અને નવ છગ્ગા ફટકાર્યા હતા.

તેની ઇનિંગને કારણે ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 195/4 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા, ટીમ ઇન્ડિયાએ મજબૂત શરૂઆત કરી હતી. શેફાલી અને સ્મૃતિએ પ્રથમ વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી.

સ્મૃતિ મંધાના ૩૭ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સ્મૃતિના આઉટ થયા પછી ભારતની બીજી વિકેટ ઝડપથી પડી ગઈ હતી. ત્યારબાદ શેફાલીએ ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે ભારતની ઇનિંગ્સને સ્થિર કરી, જેમણે 55 બોલમાં 94 રનની ભાગીદારી કરી. હરમનપ્રીત ૪૦ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

શેફાલીની વિસ્ફોટક બેટિંગે મેચને ભારતની તરફેણમાં ફેરવી દીધી હતી. આ ઇનિંગ ખાસ હતી કારણ કે આ મેચ એશિયન ગેમ્સના સેમિફાઇનલ જેવા ભવ્ય સ્ટેજ પર રમાઈ રહી હતી.

મહિલા ટી-20માં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન

824 રન - લૌરા વોલ્વાર્ડ (દક્ષિણ આફ્રિકા), 2026

815 રન - શેફાલી વર્મા (ભારત), 2026

800 રન - નતાશા માયલ્સ (હોંગકોંગ), 2026

779 રન - ઇશા ઓઝા (યુએઈ), 2025

779 રન - યાસ્મીન દાસવાની (હોંગકોંગ), 2026

763 રન - સ્મૃતિ મંધાના (ભારત), 2024



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application